તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાખડી પર બીજ બાંધીને પર્યાવરણની રક્ષાની પહેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાખડી પર બીજ બાંધીને પર્યાવરણની રક્ષાની પહેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રોટરીક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો તથા દિવ્ય ભાસ્કરના સહયોગથી સામાજિક ઉત્ક્રાંતિ તથા સમાજોપયોગી કાર્ય કરવાના હેતુથી શનિવારે એક નવો પ્રકલ્પ હાથ ધરાયો હતો. ભાઇ-બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન જે એક રાખડીના સ્વરૂપમાં પરિણમે છે. ક્લબ દ્વારા એક નવતર પ્રયોગ પર્યાવરણ તથા પર્વને સાંકળવાનો પ્રયાસ કરાયો છે, જેમાં ક્લબ દ્વારા દરેક રાખડી ઉપર વિવિધ પ્રકારના વનસ્પતિ, ફળો, અનાજ, કઠોળના બીજ સજાવવામાં આવ્યા હતા.

રાખડીઓનું વિતરણ કચ્છ યુનિવર્સિટીમાં તથા એન્કરવાલા શાળા મધ્યે કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને પ્રકારની રાખડીનું મહત્ત્વ સમજાવાયું હતું. રાખડીનો જ્યારે વપરાશ પૂર્ણ થયા બાદ પોતાના ઘરનો પ્રાંગણ અથવા કુંડાંમાં બીજનું વાવેતર કરવાથી ભવિષ્યમાં બીજ એક વૃક્ષનું સ્વરૂપ લેશે, જેથી આપણો સમાજ હરિયાળો બનશે. કાર્યક્રમ માટે કચ્છ યુનિ.ના ડો. બકરાણિયા, દર્શનાબેન ધોળકિયા તથા એન.એસ.એસ. યુનિટના ચિરાગ પટેલનો સહકાર પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના પ્રમુખ ધારા ધોળકિયા, સેક્રેટરી રેણુકા અાચાર્ય તથા રચના શાહ, કૃપા જોષી તથા કુસુમબેન માણેક સહભાગી રહ્યા હતા.

યુનિ.ક્લબના સભ્યોએ તસવીરમાં દેખાતી બીજથી બનાવેલ રાખડીઓની વિતરીણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો