તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છમાં રાષ્ટ્રીય લોક અદાલતે 2.55 કરોડના લેણાની વસૂલાત ઉકેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં રાષ્ટ્રીય લોક અદાલતે 2.55 કરોડના લેણાની વસૂલાત ઉકેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાંશનિવારે નવી દિલ્હીના રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને અમદાવાદના ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ કચ્છના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં બેંકોના 360 કેસોમાં 2.55 કરોડના સમાધાન સાથે નિકાલ કરાયો હોવાના હેવાલ છે.

પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રમુખસ્થાને લોકઅદાલત યોજાઇ હતી, જેમાં બેંકોના લેણા વસૂલાતના દિવાની અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ-138 હેઠળ આવતા 74 કેસોમા રૂપિયા 91.62 લાખના સમાધાન થયા હતા. અદાલતમાં નહીં ગયેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, દેનાબેંક, બેંક ઓફ ઇન્ડિયા ઉપરાંત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ના કુલ 286 પ્રિ-લિટિગેશનના કેસોમાં રૂપિયા 1.64 કરોડના લેણા વસૂલાતના સમાધાન થયા હતા. આગામી 10મી સપ્ટેમ્બરે લોક અદાલત યોજવામાં આવશે, જેમાં ઇચ્છુક પક્ષકારોએ સંલગ્ન અદાલત કચેરી, તાલુકા કાનૂની સેવા સમિતિ કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક સાધવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો