• Gujarati News
  • National
  • ટપ્પર ડેમમાં નર્મદાના નીર થકી કચ્છ નંદનવન બનશે

ટપ્પર ડેમમાં નર્મદાના નીર થકી કચ્છ નંદનવન બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનાટપ્પર ડેમને કરોડોના ખર્ચે નર્મદાના નીરથી ભરવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તથા 2 કરોડના ખર્ચે ટપ્પર ડેમમાં નવી આરસીસી પેનલ નાખાવના કામનું ખાતમુહૂર્ત સંસદીય સચિવના હસ્તે કરાયું હતું. નર્મદાના પાણીથી આખા કચ્છને સિંચાઇ માટે પાણી પહોંચાડવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગ રૂપે મે મહિનામાં ટપ્પર ડેમને નર્મદાના નીરને ભરાવામાં આવશે. વિવિધ કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ મંગળવારે સંસદીય સચિવ વાસણભાઇના હસ્તે ટપ્પર ખાતે યોજાયો હતો. પ્રસંગે વાસણભાઇએ જણાવ્યું કે, ટપ્પર ડેમ નર્મદાના નીરથી લહેરાતાં નંદનવનનો નજારો પેશ કરશે. નમામી દેવી નર્મદેના નારા સાથે તેમણે ગર્વભેર જણાવ્યું કે, આગામી સમય કચ્છનો રહેવાનો છે. આહિરે નર્મદાનું એક એક ટીપું પાણી સાચવીને કચ્છની તરસી જમીનને સીંચી હરિયાળી સર્જવાની હાકલ કરી હતી. પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી વલમજી હુંબલ, જિલ્લા સિંચાઇના ઇજનેર એન.વી. કોટવાલ, ગાંધીધામ પાલિકા અધ્યક્ષ ગીતાબેન ગણાત્રા, અંજાર એપીએમસીના ડાયરેક્ટર વેલાભાઇ ઝરૂ, અંજાર પંચાયત ઉપપ્રમુખ દેવજી સોરઠિયા, પ્રાંત અધિકારી પંડ્યા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...