• Gujarati News
  • National
  • પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કન્સલ્ટન્ટ નિમાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કન્સલ્ટન્ટ નિમાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેપીટીનીબોર્ડ મીટીંગ મંગળવારે યોજાઇ હતી જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કન્સલ્ટન્ટની નિમણુંક સહિતના મહત્વના નિર્ણય લેવાયા હતા.

વર્ષ 2017 થી 20 સુધી ડ્રાય અને ઓઇલ જેટી નજીકની ચેનલમાં નિયમીત ડ્રેઝીંગ કરાવવા મુસદો મુકાયો હતો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 141 (ફેઝ-1) પર કચ્છ સોલ્ટ જંક્શન પાસે ઇન્ટરચેન્જ માર્ગ અને ઓવર બ્રીજ બનાવવા, જેટી નં. 16 પાસે એરફોર્સને સુરક્ષા બચાવ સબંધે જગ્યા ફાળવવા, વર્ષ-2015-16 માં 100 એમએમટી કાર્ગો હેન્ડલીંગની સફળતા બદલ દરેક કર્મચારીઓને સ્મૃતિ ભેટ આપવા, પુરવઠો, ઇરેક્શન, ચકાસણી, વગેરે ખાતર માટે ગોડાઉન નં. 34 અને જાળવણી માટે 6 વર્ષનો પીરીયડ, ગેરન્ટીના 2 વર્ષનો સમય બાદ કરતાં અને હિસાબે 8 વર્ષ માટે શરૂઆત કરવા, ગાંધીધામ ખાતે વિવિધહેતુલક્ષી હોલના નિમાર્ણ માટે મંજુરી આપવામાં આવી હતી, ઝૂંપડપટ્ટી અને સ્લમ એરીયામાં વસવાટ કરતા લોકોને માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) માટે કન્સલ્ટન્ટની નિંમણુંક કરવા, લેન્ડ પોલીસી ગાઇડલાઇન્સ-2014 અનુસાર પોર્ટ હસ્તકના વિવિધ ક્ષેત્રફળના 9 પ્લોટ 30 વર્ષની લીઝથી જેમ છે તે હાલતમાં બાંધકામ સહિતના હેતુઓ માટે ઇ-ટેન્ડર કમ ઇ-ઓક્શન દ્વારા ફાળવણી કરવા, પાઇપલાઇન પોલીસી અંતર્ગત Y જંક્શન પર પાઇપલાઇન પાથરવા દેવા અને તે માટે 30 વર્ષની લીઝ મંજુર કરવા અને દ્વારા લીક્વીડ કાર્ગો માટે ટર્મીનલને વધુ સુદ્રઢ બનાવવા મંજુરી આપવામાં આવી હતી. વિવિધ માર્ગોના નવિનીકરણ માટે મંજુરી આપવામાં આવી હતી. આવનારા સમયમાં કાગર્ગો હેન્ડીલીંગમાં નવા કિર્તીમાન સ્થપાય તે માટે કાર્યક્રમોને બુસ્ટ આપવા નક્કી કરાયું હતું.

લાંબા સમય બાદ ફુલ કોરમ રહ્યું !

કાર્યક્રમચેરમેન રવી પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં આલોકસિંઘ, મનોહર બેલાણી, મોહન આસવાણી, માવજી સોરઠીયા, એસબી મીશ્રા, ભરત રાજગોર, પીવીઆર રેડ્ડી, રજત સચર, સંજય ગોએલ, કમાંડર યગેન્દ્રકુમાર, કેપ્ટન એસકે શુક્લા, આરસી ફડદુ વગેરે હાજર રહ્યા હતા. શરૂઆતમાં તાજેતરમા઼ શિપિંગ રાજ્યમંત્ર માંડવીયાની મુલાકાત તથા સ્વચ્છતા પખવાડા બાબતે પણ માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...