• Gujarati News
  • National
  • ભુજના ચાર વરિષ્ઠે ડાયાલિસીસ માટે 9.22 લાખ એકઠા કર્યા

ભુજના ચાર વરિષ્ઠે ડાયાલિસીસ માટે 9.22 લાખ એકઠા કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિવૃત્તિમાંપ્રવૃત્તિને જીવન મંત્ર બનાવનારા અને 80ની વય વટાવી ચૂકેલા ભુજના ચાર વરિષ્ઠે છેલ્લા આઠ વર્ષથી આદરેલા પ્રેરણાદાયક સેવાયજ્ઞ થકી ડાયાલિસીસના જરૂરતમંદ દર્દીઓ માટે અત્યાર સુધી 9.22 લાખ જેટલી માતબર રકમ એકઠી કરી છે. તાજેતરમાં તે પૈકીના 20 હજાર લાયન્સ હોસ્પિટલને આપ્યા હતા.

ચાર મિત્રોનું ગ્રૂપ ધરાવતા વિશનજીભાઇ ઠક્કર, હિરાલાલભાઇ ઠક્કર, મોહનભાઇ ઠક્કર અને મધુકાંતભાઇ ધોળકિયા નોકરીમાંથી નિવૃત્ત થઇ જીવનને વધારે પ્રવૃત્ત કરતાં શહેરના વિવિધ વેપારીઓ પાસેથી નાની-મોટી રકમ એકત્ર કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા આઠ વર્ષથી અા વડીલો દ્વારા ચલાવઇ રહેલા સેવા યજ્ઞમાં વિવિધ દાતાઓએ કુલ 9.20 લાખ રૂપિયા જેટલી આહુતિ આપી છે. ટીપે-ટીપે સરોવર ભરતા વરિષ્ઠોએ તાજેતરમાં લાયન્સ હોસ્પિટલને 20,502 રૂપિયા આપ્યા હતા, જે ચેરમેન ભરત મહેતાએ સ્વીકારીને આભાર વ્યક્ત કર્યો હતો. તકે ઉપસ્થિત નવીન મહેતા અને હિતેશ મહેતાએ જીવનના આઠ દાયકા વીતાવી ચૂકેલા વડીલોની અનોખી સેવા ભાવનાને બિરદાવી હતી.

સેવાકાર્ય માટે એકત્ર કરેલી રકમનો ચેક અર્પણ કરાયો.

અન્ય સમાચારો પણ છે...