• Gujarati News
  • National
  • ભુજની જનરલ હોસ્પિટલમાંથી એક દિવસે બે મોપેડ ઉપડ્યા

ભુજની જનરલ હોસ્પિટલમાંથી એક દિવસે બે મોપેડ ઉપડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીજી.કે. જનરલ હોસ્પિટલના સંકુલમાંથી એક દિવસમાં બે મોપેડ ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ભુજની જનરલ હોસ્પિટલમાં ભુજના સરપટ ગેટ બહાર રહેતા અશ્વિન નાનાલાલ રાજગોરે પાર્ક કરાયેલું રૂા.32000ની કિંમતનું મોપેડ નંબર જીજે-12-બીક્યુ-860 કોઇ હરામખોર ઉઠાવી ગયો હતો.

દિવસે જનરલ હોસ્પિટલના સંકુલમાં ભુજ તાલુકાના વડઝર ખાતે રહેતા શાહેદ તારમામદ કુરેશીનું રૂા. 15000ની કિંમતનું મોપેડ નંબર જીજે-12-બીએચ-5223 કોઇ ઉઠાવી જતાં એક દિવસમાં જી.કે. જનરલ હોસ્પિટલના સંકુલમાંથી બે મોપેડ ઉપડી જતાં ફરી અદાણી સંચાલિત હોસ્પિટલની સિક્યુરિટી ઉપર સવાલ ઉભો થયો છે. ચોરીની ફરિયાદ લઇ ભુજ બી ડિવિઝન પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...