• Gujarati News
  • National
  • પાલિકાના રોજમદારોનો વિસ્તૃત અહેવાલ એકાદ દિ’માં મોકલાશે

પાલિકાના રોજમદારોનો વિસ્તૃત અહેવાલ એકાદ દિ’માં મોકલાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુધરાઇમાંછેલ્લા 20થી 25 વર્ષથી રોજમદાર તરીકે કામ કરતા અને નિવૃત્તિને આરે પહોંચેલા કામદારોને કાયમી કરવાના મુદ્દે ગાંધીનગરમાં ફરી એકવાર રજૂઆત કરાઇ છે.

પાલિકાના સીઓ ગોવિંદ ચાંડપ્પા અને મહેકમ ક્લાર્ક દ્વારા તાજેતરમાં ગાંધીનગરમાં કરાયેલી રજૂઆતમાં વિધાયક પ્રતિભાવ મળવાની આશા બંધાઇ છે. મુખ્ય અધિકારીએ જણાવ્યા મુજબ કામદારોના સેવા લાભો અંગે વિસ્તૃત અહેવાલ તૈયાર કરવા જણાવાયું છે, જે તૈયાર કરી એક-બે દિવસમાં મોકલાવી દેવાશે. છેલ્લા ઘણા વર્ષોથી કામદારોને કાયમી કરવાનો મુદ્દો હલ થતો નથી. કલેક્ટર કચેરી હોય કે પાલિકા હોય અનેક ઉપવાસ આંદોલનો થયાં તો પણ શહેરી વિકાસ અને નિયામક-ગાંધીનગર અને રાજકોટના પ્રાદેશિક નિયામક તરફથી મંજૂરી મળતી નથી. ઉપવાસ આંદોલનોમાં એકવાર ધારાસભ્ય પંકજ મહેતાએ તો અન્ય પ્રસંગે ડો. નીમાબેન આચાર્યે સમાધાન કરાવ્યું હતું તે સમયે પણ નિવેડો આવવાની આશા બંધાઇ હતી પણ થયું કશું નહીં. 2008માં તો ગાંધીનગર નિયામક તરફથી એવી શરતી મંજૂરી મળી હતી કે, જેમને કાયમી થવું હોય તેમને 5 વર્ષ સુધી અજમાયશી ધોરણે રાખવા, આગલી તમામ નોકરી ભૂલી જવાની. 5 વર્ષ બાદ તેઓ કાયમી થઇ શકે. માંડવીના રોજમદારો જોકે, શરત માટે સહમત થયા હતા, પરિણામે 2013માં તેઓ કાયમી થઇ ગયા. ભુજના કામદારોએ શરત સ્વીકારી નહીં. 2016માં પણ શરતી મંજૂરી આવી હતી, જેને પાલિકાના જનરલ બોર્ડે સ્વીકારી પણ કામદારોને હજુ પણ આશામાં છે કે, રજૂઆતો થકી નિવેડો આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...