તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કિસાનોને આઇ ખેડૂત પોર્ટલની ઉપયોગીતા અંગે વાકેફ કરાયા

કિસાનોને આઇ-ખેડૂત પોર્ટલની ઉપયોગીતા અંગે વાકેફ કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના નારણપર ગામે કિસાનો માટે યોજાયેલી શિબિરમાં આઇ-ખેડૂત પોર્ટલની ઉપયોગીતા વિશે વિસ્તૃત માહિતી અપાઇ હતી. તકે આધુનિક ખેતી અપનાવવા અપીલ પણ કરાઇ હતી.

આત્મા, જિલ્લા ખેતીવાડી વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. વાય.આઈ. શિહોરાએ i-khedut portalનું મહત્ત્વ સમજાવતાં ખેતીવાડી, બાગાયત, પશુપાલન, બજાર ભાવ, હવામાન અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પોર્ટલ ઉપરથી મળી શકે છે, તેમ જણાવ્યુ હતું. ભુજ તાલુકાના મદદનીશ ખેતી નિયામક ડો. પી.સવર્ણકરે જમીનના ગુણધર્મો અને ખેતીમાં તેનું મહત્ત્વ તથા તેનું સમતોલન કેવી રીતે કરી શકાય તે વિશે જણાવ્યુ હતું.

રિલાયન્સ ફાઉન્ડેશનના કચ્છના સંયોજક અસલમ જુણેજાએ તેમની સંસ્થા દ્વારા ખેડૂતો અને પશુપાલકોને અપાતી વોઇસ મેસેજ, ટોલ ફ્રી હેલ્પલાઇન 1800-419-8800, પ્રિન્ટ મીડિયા, વ્હોટ્સ-એપ, મોબાઈલ કોન્ફરન્સ સહિતની સેવાઓ વિશે વાત કરી હતી. ડો. અરુણકુમાર પરમારે ઓછા ખર્ચે સારી ખેતી કેમ કરી શકાય તેની માહિતી આપી હતી. સંચાલન નીરવભાઈએ કર્યું હતું. ભરત શ્રીમાળીએ જહેમત ઉઠાવી હતી.

નારણપરમાં વિવિધ સંસ્થાઓએ યોજી શિબિર

અન્ય સમાચારો પણ છે...