• Gujarati News
  • National
  • હાજીપીર પદયાત્રીકો માટે મોબાઇલ વાહન દ્વારા સેવા કેમ્પનું આયોજન

હાજીપીર પદયાત્રીકો માટે મોબાઇલ વાહન દ્વારા સેવા કેમ્પનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાજીપીર પદયાત્રીકો માટે મોબાઇલ વાહન દ્વારા સેવા કેમ્પનું આયોજન
ભુજ : ભુજ શહેર ભાજપ દ્વારા હાજીપીર બાબાના પદયાત્રીઓ માટે મોબાઇલ સેવા કેમ્પનું આયોજન તા.14/3થી તા.17/3 સુધી સેવાનો આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પદયાત્રીઓ માટે મોબાઇલ વાહન દ્વારા ઠંડા-પીણા, ફ્રૂટ, છાશ અને પાણીનો ચાર દિવસ સુધી સતત પુરું પાડવામાં આવશે. આ કાર્યક્રમ વિવિધધ સંસ્થા તથા હિન્દુ-મુસ્લીમ ભાઇ, બહેનોના દાતા તથા તેમના સહયોગથી કરવામાં આવશે.

દત્તાત્રેય મહિલા મંડળ-ભુજ
ભુજ : 2018-19 માટે દતાત્રેય મહિલા મંડળ-ભુજની રચના કરવામાં આવેલ છે, જેમાં પ્રમુખ તરીકે ડીમ્પલબેન દાવડા, ઉપપ્રમુખ કલ્પનાબેન ઠક્કર, ચંદ્રીકાબેન દાવડા, મંત્રી તરીકે ભાવનાબેન કેરાસીયા, સહમંત્રી સપનાબેન દાવડા, ખજાનચી તરીકે ગીતાબેન માણેક, સહ ખજાનચી મીનાબેન ચંદે તેમજ અન્ય 15 કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી છે.

માંડવી ઓટો પાર્ટસ એસોસિયેશન
ભુજ : કચ્છ માંડવી ઓટો પાર્ટસ એસોસિયેશનની વાર્ષીક સામાન્ય સભામાં વર્ષ 2018-19 માટે નવા હોદેદારોની વરણી કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત નરેન્દ્રભાઇ જે. સુરુ, ઉપપ્રમુખ શાંતિલાલ પી. પટેલ, માનદમંત્રી ચંદ્રેશભાઇ એસ. શાહ, ખજાનચી પંકજભાઇ સંઘવી, સહમંત્રી કાનજીભાઇ એલ. હિરાણી તથા કારોબારીમાં વિપુલભાઇ શાહ તથા કલ્યાણભાઇ હિરાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

માંડવી લોહાણા મહાજનના હોદેદારો વરાયા
માંડવી : માંડવી લોહાણા મહાજનની કારોબારી સભ્યની બેઠકમાં પ્રમુખ હરીભાઇ ગણાત્રાના અધ્યક્ષ સ્થસાને મળેલ જેમાં ખાલી પડેલ જગ્યા પર ખજાનચી તરીકે દિપક સોનાઘેલા તેમજ સહમંત્રી તરીકે હસમુખ ઠક્કરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...