• Gujarati News
  • National
  • નાની મોટી રેલડીમાં વિકાસ કામોનું લોકાર્પણ કરાયું

નાની-મોટી રેલડીમાં વિકાસ કામોનું લોકાર્પણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકમા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતાં નાની-મોટી રેલડી ગામમાં ખાનગી કંપની અને પંચાયત દ્વારા હાથ ધરાયેલાં વિકાસકામોના લોકાર્પણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાઇ ગયો.

ગામમાં પદ્ધર પાસે આવેલી ખાનગી ટાયર કંપની બીકેટી ઇન્ડસ્ટ્રિઝ દ્વારા સામાજીક જવાબદારી અદા કરવાના ભાગરૂપે 9 લાખના ખર્ચે સીસીરોડ અને ગટરલાઇનનું કામ કરી અપાયું હતું. ગ્રામ પંચાયત દ્વારા પાણીની લાઇન બનાવાઇ હતી. આ તમામ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરપંચ કંકુબેન વણકર, ઉપસરપંચ હરેશ રાઠોડ, સભ્ય નારસંગ ગરાસીયા ઉપરાંત આસપાસના ગામોના અગ્રણીઓ, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...