મારા શહેરમાં આજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોલી મધર્સ કલબ ભુજ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 18 વર્ષથી ઉપરની મહિલાઓ માટે તા. 3 માર્ચનાં સાંજે "માય ટેલેન્ટ સ્પર્ધા"નું આયોજન કરવામાં આવ્યું છે. નામ નોંધાવવા સંપર્ક 9714350700 અને 9429125666

કચ્છી સાહિત્ય મંડળ :
કચ્છી ભાષાના પ્રસાર પ્રચાર અને સંવર્ધન માટે વાર્તા અને કાવ્ય પઠન અંતર્ગત “કચ્છી સાહિત્ય મંડળ-ભુજ”ની બેઠક હોટલ વિરામ મધ્યે તા. 28/2ની સાંજે 5 કલાકે હોટલ વિરામ મધ્યે.

સત્યનારાયણ ભગવાની સામૂહિક કથા
તા.26/2ના સવારે 9 કલાકે સત્યનારાયણ ભગવાન મંદિર, રામધૂન પાસે, ભુજ ખાતે.

સમન્વય મહિલા મંડળ
મંડળના સભ્ય બહેનો બેઠક તા.27/2ના સાંજે 4:30 કલાકે મહાદેવ ગેઇટ પાસે, તીલક હોળી, ફાગણીયો તથા મહિલા દિન અંગે વકતવ્ય યોજાશે.

પૂર્વ નિવૃત દરબારગઢ કન્યા શાળા શિક્ષીકાનું સ્નેહમીલન
ભુજમાં તા.28/2ના સાંજે 4 કલાકે મહાદેવ ગેઇટ રોડ, લેકવ્યુ હોટલ પાસે સ્નેહમિલનનું આયોજન કરાયું છે, જેમાં પૂર્વ નિવૃત દરબારગઢ કન્યા શાળાના શિક્ષીકા બહેનોએ હાજર રહેવું.

સોમથી શનિવાર પાંચ પ્રકારની તુલસીનું અર્ક નિ:શુલ્ક પીવડાવાશે
પાંચ પ્રકારની તુલસીનું અર્ક વિના મૂલ્યે પીવો નીરોગી રહો, આંખની સ્વચ્છતા માટે ફ્રીમા ટીપા સોમથી શનિ સવારે 10થી 1 તેમજ 4થી 7 દરમિયાન અપાશે. નવી લાઇન જુનાવાસ, માધાપર ખાતે. સંપર્ક મો.97267 95999.

મચ્છુ કઠિયા સઇ સુતાર મહિલા મંડળ
સત્સંગ અગીયારસ નિમિતે તા.26/2ના સાંજે 5 કલાકે નિર્મળાબેન રસીકભાઇ ચાવડાના નિવાસસ્થાન, શીવનગર, જૂનાવાસ, માધાપર ખાતે.

દરેક દર્દોની આર્યુવેદિક રીતે સારવાર
વનસ્પતિઓ દવાઓ તથા આર્યુવેદિક દવાઓથી ડો. હાજી સાલેમામદ જત દ્વારા દરેક દર્દોની સવારે 10થી 1 માનવજયોત કાર્યાલય, લોહાર ચોક, ભીડ ગેટ મધ્યે તો બપોરે 4થી 6 માનવજયોત કલપતરૂ, વિજયનગર મધ્યે સારવાર ઉપલબ્ધ કરાઇ છે.

મેડીકલ ઇન્ફોર્મેશન સેન્ટર શરૂ
કવીઓ જૈન મહાજન દ્વારા મેડીકલ ઇન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. સોમથી શનિ 9થી 11 ફાલ્ગુનીબેન મહેતા (દંતરોગ નિષ્ણાંત)અને અશોકભાઇ ત્રિવેદી (હોમીયોપેથી), 11થી 1 અને 4:30થી 6:30 ડો. સુમન શાહ (દંતરોગ નિષ્ણાંત), 6થી 7 ડો. સત્યમ ગણાત્રા (આંખ રોગના) નિષ્ણાંત પોતાની સેવા આપશે. પ્રેમીલાબેન પ્રેચમંચ સંઘવી સાર્વજનીક દવાખાના મધયે ડો. મોહન ગઢવી સેવા આપશે.

સ્વજન દ્વારા વિનામૂલ્યે દવાઓ અપાશે
જરૂરિયાતમંદોને દર્દીઓની ચીઠ્ઠી મુજબ ઉપલબ્ધ દવાઓ વિનામૂલ્યે સવારે 10:30થી 1:30 અને સાંજે 5થી 8 દરમિયાન સ્વજન-44, વિજયનગર શોપિંગ સેન્ટર, કલ્પતરૂ, હોસ્પિટલ રોડ ખાતે.

અન્ય સમાચારો પણ છે...