• Gujarati News
  • National
  • ભુજની શાળાના બાળકો નાગરિક સંરક્ષણની તાલીમથી થયા સજ્જ

ભુજની શાળાના બાળકો નાગરિક સંરક્ષણની તાલીમથી થયા સજ્જ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા ભુજની સેન્ટ ઝેવીયર્સ સ્કુલ ખાતે નાગરીક સંરક્ષણ અંગેની પ્રાથમિક તાલીમ આપવા માટે 5 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં શાળાના 11 અને 12મા ધોરણમાં અભ્યાસ કરતા 100થી વધુ છાત્રોએ ભાગ લઇ વિવિધ પ્રકારની માહિતી મેળવી હતી.

કુદરતી અને માનવસર્જીત આફત આવે તો તેનો કેવી રીતે સામનો કરવો તેનું જિવંત નિદર્શન આ બેઝીક તાલીમ વર્કશોપમાં કરવામાં આવ્યું હતુ઼. નાગરિક સંરક્ષણ કમિટીના તાલીમ અધિકારી હરેશ ઠાકરે છાત્રોને સીવીલ ડીફેન્સની કામગીરીની સમજણ આપી કચ્છએ સરહદી વિસ્તાર હોઇ અહી નાગરીક સંરક્ષણ ઉપયોગી દળની ઉપયોગીતા ઘણી હોવાનુ઼ જણાવ્યું હતુ઼.

5 દિવસીય તાલીમ વર્કશોપ દરમિયાન ભુજ નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફે રાહત બચાવ કામગીરીનું જિવંત નિદર્શન કરી સહયોગ પુરો પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...