• Gujarati News
  • National
  • માર્ચમાં શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો

માર્ચમાં શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માર્ચમાં શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે કચ્છના પરીક્ષાર્થીઓમાં રોમાંચસભર ઉચાટની લાગણી પ્રવર્તી રહી છે. આ પરીક્ષાની ગંભીરતા સમજીને વિદ્યાર્થીઓએ પોતપોતાની રીતે તૈયારી પણ આરંભી દીધી છે. આમ છતાં ઘણીવખત મૂંઝવતા પ્રશ્નો અને બોર્ડનો હાઉ ઘણાને ચિંતામાં મુકી દે છે. આવા સમયમાં નિષ્ણાંતો દ્વારા પરીક્ષાર્થીઓને ગભરાટ દુર કરવા અને આત્મવિશ્વાસ કેળવવા માટે જરૂરી માર્ગદર્શન અપાઇ રહ્યું છે.

કોઇ વિષય કે ચેપ્ટર ઓછુ ફાવે છે, વાંચીએ તો યે યાદ રહેતુ નથી આ મનોવૃત્તિને તિંલાજલી આપો, જે વિષય, ચેપ્ટર ફાવે છે તે ગમતા છે તેને વાંચીને અઘરા લાગતા ચેપ્ટર વાંચવાનું શરૂ કરો ધીરેધીરે તેને ગમતા બનાવો અને પછી આપોઆપ સહેલા લાગતા થશે અને આવડતા બની જશે.પરીક્ષાના દિવસો નજીક હોય એટલે મનમાંથી નથી આવડતુ તેવા હાઉને દાખલ જ થવા દેવાનો નહી,માત્ર ધ્યાન તૈયારીમાં રાખવુ. પરિણામની ચિંતા છોડી વાંચન કર્મ કરો. સાથે પુરતી ઉંઘ,પૈાષ્ટીક આહાર લેવો જેથી આરોગ્ય પણ સ્વસ્થ રહે અને સ્ફુર્તીલાપણામાં વાંચન અનુકુળ બની રહેશે.