તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિવરાત્રિ પર્વ ઉજવવા કચ્છભરમાં અનેરો ઉત્સાહ

શિવરાત્રિ પર્વ ઉજવવા કચ્છભરમાં અનેરો ઉત્સાહ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવાધિદેવમહાદેવને સમર્પિત શિવરાત્રિ પર્વ ઉજવવા તેમજ શિવને રિઝવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર જિલ્લામાં આવેલા અનેક શિવાલયોમાં સંદર્ભે હોમ-હવન, રૂદ્રાભિષેક, મહાઆરતી અને લોકડાયરાઓ યોજી શિવરાત્રિની ઉજવણી કરાશે.

હાટકેશ્વરમંદિર :વડનગરા નાગર જ્ઞાતિના દ્વારા સવારે 8 કલાકે જ્ઞાતિઆચાર્ય જીતુભાઈ વોરા દ્વારા ગણેશ પૂજન બાદ હવનમાં બપોરે 12 કલાકે શ્રીફળ હોમાશે, બપોરે 12 તેમજ સાંજે 7:15 કલાકે મહાઆરતી યોજાશે તેમજ બપોરે હાટકેશ કોમ્પ્લેક્સમાં સમૂહ ફરાળ પ્રસાદ સહિત રાત્રે 10 કલાકે હાટકેશ્વર મંદિરમાં જ્ઞાતિ કલાકારો દ્વારા નૃત્યનાટિકા ભજવાશે.

દ્વિધામેશ્વરમંદિર :દાંડીવાલા હનુમાન મંદિર ગ્રૂપ દ્વારા દ્વિધામેશ્વર મંદિરમાં સાંજે 7:30 કલાકે નોબત, ઝાલર અને ડબલ રિધમ સાથે મહાઆરતી યોજાશે.

પાલારામહાદેવ :મંદિર ખાતે મંગળા આરતી, ચાર પહોરની પૂજા, લઘુરૂદ્ર સહિત ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જિલ્લા રમત-ગમત કચેરી ભુજ દ્વારા સાંજે 5થી 8 સુધી કચ્છી કલાકારો રાજેશ ગઢવી તેમજ સાહિદા મીર સંગાથે લોકડાયરો યોજાશે. ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્યના હસ્તે દીપ પ્રાગટ્ય કરાશે.

હરસિદ્ધેશ્વરમંદિર :રાવલવાડી રિલોકેશન સાઈટ સ્થિત મંદિરમાં દિવસ દરમિયાન પૂજન-અર્ચન, ફુલોનો શણગાર, આરતી જેવા કાર્યક્રમો યોજાશે.

માધાપરમાંરવાડી :સમસ્ત હિન્દુ સમાજ આયોજીત શોભાયાત્રામાં સનાતન સમાજ સહિત જલારામ સત્સંગ મહિલા મંડળની બહેનો જોડાશે, જે સંદર્ભે બપોરે 3 કલાકે ખેતરપાળ દાદા મંદિરે તમામ સભ્ય બહેનોને હાજર રહેવા જણાવાયું છે.

માનકુવા:માનકુવા દશનામ ગોસ્વામી સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે શોભાયાત્રા તા.7/3ના સવારે 9:30 કલાકે, મહાઆરતી 11:30 કલાકે માનકેશ્વર મહાદેવ મંદિર, ઠાકર મંદિર ચોક, જૂનાવાસ ખાતે. શોભાયાત્રા બાદ બપોરે 12:15 કલાકે મહાપ્રસાદ (ફરાળ)નું આયોજન લેવા પટેલ સમજવાડી, કાંધાવાડી, જૂનાવાસ, માનકુવા મધ્યે.

ગાંધીધામ:શહેરના રેલવે સ્ટેશન રોડ પર પૌરાણિક શિવમંદિરે શિવરાત્રિની ઉજવણી કરાશે અને મંદિરના મહંત તથા શ્રદ્ધાળુઓના આર્થિક સહયોગથી છેલ્લા 6 માસમાં શિવપ્રસાદ કેન્દ્ર શરૂ કરાયું છેે.

અંજાર:મહાદેવનગર સ્થિત પ્રાચિન ભદ્રેશ્વર મંદિર સિવાય ઓમકારેશ્વર, જડેશ્વર, ભૂતનાથ મહાદેવ વગેરે મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

ભચાઉ:શહેરના વિવિધ શિવમંદિરો સહિત મંગલેશ્વર મહાદેવ મંદિરે ચાર પહોરની પૂજા સિવાય સાંજે 4થી 6 મહારૂદ્ર, સાંજે 7:15 મહાઆરતી અને રાત્રે સંતવાણીનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...