તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છમાં કાળમૂખા વાહનોએ ત્રણ જિંદગીઓ ભરખી

કચ્છમાં કાળમૂખા વાહનોએ ત્રણ જિંદગીઓ ભરખી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના પધ્ધર ગામ આવેલી વાડીમાં શુક્રવારે બપોરે ઝાડના છાંયામાં સૂતેલી માસૂમ બાળકી પરથી છોટા હાથી ટેમ્પો ફરી વળતાં તેનું ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજીતરફ અંજાર-ભુજ હાઇવે પર આવેલા પાવર હાઉસ સામે નગરપાલિકાના પાણીના ટાંકા પાસે ગુરુવારે રાત્રે નોકરી પરથી સાઇકલ પર પરત ફરી રહેલા આધેડને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લઇ મોત નીપજાવી ભાગી છૂટ્યો હતો અને ગાંધીધામના કંડલા ઝીરો પોઇટ પર ટેન્કરચાલકે બાઇકને ટક્કર મારતાં યુવાન કાળનો કોળિયો બની ગયો હતો. હતભાગીઓના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકાના પધ્ધર ગામમાં આવેલી જેઠાભાઇ અમીરભાઇની વાડીમાં શુક્રવારે બપોરે 4 વાગ્યાના

...અનુસંધાનપાનાનં.13

અરસામાંલીમડાના ઝાડના છાંયામાં સૂતેલી ક્રિષ્નાબેન દિનેશભાઇ રાવલ (ઉ.વ.5) ભરનિંદરમાં હતી, ત્યારે વાડીમાં છોટા હાથીના ચાલકે બેદરકારીથી વાહન ચલાવી માસૂમ બાળકીને કચડી નાખતાં તેને સારવાર મળે તે પહેલાં પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પધ્ધર પોલીસના ગોપાલભાઇ ખાખલાએ બનાવની નોંધ લઇ તપાસ ચલાવી છે, જ્યારે અંજારના સોરઠિયા ફળિયામાં રહેતા અને નગરપાલિકામાં રોજમદાર તરીકે નોકરી કરતા ધીરેનભાઇ રતનશીભાઇ ગજ્જર (ઉ.વ.54) ગુરુવારે રાતે 8:20 વાગ્યાના અરસામાં અંજાર-ભુજ હાઇવે પર આવેલા નગરપાલિકાના પાણીના ટાંકા પરથી નોકરી પૂરી કરી સાઇકલ પર પરત જઇ રહ્યા હતા, ત્યારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે સાઇકલને પાછળથી ટક્કર મારી રોડ પર ફંગોળી દેતાં તેને માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હતભાગીને સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ મૃતકના મોટા ભાઇ હરેશભાઇ રતનશીભાઇ ગજ્જરને થતાં તેની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવથી હતભાગીના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ગાંધીધામના કંડલા ઝીરો પોઇન્ટ રોડ પર શુક્રવારે સાંજે પોર્ટ કોલોનીમાં રહેતો સુમિત રામજી અગરકર (ઉ.વ.20) પોતાની બાઇક લઇને જતો હતો, ત્યારે અજાણ્યા ટેન્કરે અડફેટે લેતાં તેને સારવાર મળે તે પહેલાં મોત આંબી ગયું હતું. બનાવ અંગે કંડલા પોલીસનો સંપર્ક કરતાં ઘટનાની જાણવાજોગ નોંધાઇ હોવાથી બાઇક તથા ટેન્કરના નંબર જાણી શકાયા નથી.

અન્ય સમાચારો પણ છે...