તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દાદરથી રવિવારે 111 સાઈકલ વીરો માતાના મઢ પ્રસ્થાન કરશે

દાદરથી રવિવારે 111 સાઈકલ- વીરો માતાના મઢ પ્રસ્થાન કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીનેહવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લા 30 વર્ષની પરંપરા મુજબ દર વર્ષની જેમ વર્ષે પણ મુંબઈના દાદર વિસ્તારના આશાપૂરા મિત્ર મંડળ હિન્દમાતા ગ્રૂપના 111 સાઈકલવિરો 10 સપ્ટેમ્બર, રવિવારે દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે આવવા રવાના થશે.

મંડળના પ્રમુખ દિનેશ ત્રીવેદીએ જણાવ્યું હતું કે સાઈકલવીરો માટે રૂ.2 લાખનો વિમો આપવામાં આવ્યો છે. નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રીકોને પૂરતો આરામ મળી રહે અને શાંતીથી મા આશાપુરાના ધામમાં પહોંચે માટે ગ્રૂપ તા.10ના દાદરથી પ્રસ્થાન કરશે. ઉપપ્રમુખ ઈન્દ્રવિજય ઘરોડે જણાવ્યું કે અત્યારથી તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. સાઈકલ સવારો સાથે 25 જેટલા સેવાભાવી કાર્યકરો પણ સ્કુટર, કાર લઈને ડી.જે. સંગીત સાથે તેમનો ઉત્સાહ વધારવા અને સેવા અર્થે જોડાશે. યાત્રામાં સવારોને યુનિફોર્મ, બોટ, મોજા, નેપકીન, ટુવાલ, કેપ, થેલા, બેટરી, ઠંડા પાણીની બોટલઅને જરૂરી સામાનો દાતાઓના સહયોગથી આપવામાં આવશે. રસ્તામાં સાયકલ ખોટકાય તો તેની મરંમત લક્ષ્મીચંદ કાકુભાઈ સંઘાર દ્વારા કરી આપવામાં આવશે. રવિવારે સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે જેમાં સવારે મહાઆરતી, બપોરે મહાપ્રસાદ અને સાંજે રાસ-ગરબા તેમજ છંદ અને દોહા સાથે સાયકલવિરોનું અગ્રણીઓના હસ્તે બહુમાન કરાશે. પ્રસંગે સમારોહના પ્રમુખસ્થાને કચ્છી અગ્રણી શિરવાના ચેતનભાઈ ભાનુશાલી જ્યારે અતિથિ વિશેષ તરીકે ગીરીશ પટેલ, કિર્તી શાહ, શાંતીલાલ નાગડા, જયવિરસિંહ જાડેજા, હાહ્યાલાલ આહિર, બાબુભાઈ આહિર, દિનેશ જોષી, હરખચંદ ગંગર, જયંતીભાઈ ગોગારી, પ્રતાપસિંહ જાડેજા, પ્રભાતસિંહ જાડેજા, જોરૂભા જાડેજા, બટુકસિંહ વાઘેલા, તખુભા રાણા, અમરસિંહ સોઢા, વનરાજસિંહ ગોહિલ, રમેશ શાહ, રામદેવસિંહ જાડેજા, મુરૂભા સોઢા, મેરૂભા ચૌહાણ તેમજ વિક્રમસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. મંડળના કાર્યકરો પ્રફુલ ગોસ્વામી, રવિલાલ વ્યાસ સહિતના તૈયારીઓમાં જોડાઈ ગયા છે. મહાપ્રસાદના દાતા વંદનાબેન રમેશભાઈ શાહ રહેશે.

સાઈકલ યાત્રીકો માટે રૂપિયા 2 લાખનો વિમો પણ ઉતારાયો

છેલ્લા 30 - 30 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ

અન્ય સમાચારો પણ છે...