તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટાગોર રોડ પર કાર અને બાઈક વચ્ચેનો અકસ્માત જીવલેણ નિવડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાગોર રોડ પર કાર અને બાઈક વચ્ચેનો અકસ્માત જીવલેણ નિવડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટાગોર રોડ પર કાર અને બાઈક વચ્ચેનો અકસ્માત જીવલેણ નિવડ્યોટાગોરરોડ પર ગત બુધવારે થયેલા કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાઈકચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેણે ત્રણ દિવસ બાદ ભુજની જનરલ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

ગાંધીધામ-આદિપુરની લાઈફ લાઈન સમાન ટાગોર રોડ પર અકસ્માતોનો દોર યથાવત છે. ગત બુધવારે મોડી રાત્રે બી.એમ. પેટ્રોલપમ્પ સામે કાર નં. જીજે-12-સીપી 0054ના ચાલકે પૂરવેગે ગફલતભેર કાર ચલાવી બાઈકને અડફેટે લેતાં તેમાં સવાર મુકેશ ધનીરામ યાદવ અને રાકેશ સાસારામ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી રાકેશ સાસારામ (ઉ.વ.20, રહે. સુંદરપુરી)ને સારવાર અર્થે ભુજની જી.કે. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ત્રણ દિવસ બાદ શનિવારે તેમનું ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ નીપજ્યું હતું, તે નજીક આવેલી એક હોટેલમાં સામાન્ય કામગીરી બજાવતો હતો. ઘાયલનું મોત થતાં જીવલેણ બનેલા અકસ્માતથી બદલાયેલા સમીકરણોના કારણે પોલીસે નવેસરથી કેસની તપાસ આરંભી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલાની હાલત શરૂઆતથી ગંભીર હોતા પહેલાથી તેમના સ્વાસ્થ્યને લઈને તર્ક-વિતર્કો ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ટાગોર રોડ પર છાશવારે બનતા અકસ્માતોની સંખ્યા ઘટાડવા ડિવાઈડરો પરના કટ્સ બંધ કરવા, સ્પીડ બ્રેકરો બનાવવા સહિતના પગલા ઉઠાવાયા હતા. પરંતુ ત્યાર બાદ પણ અકસ્માતોની સંખ્યા અંકુશમાં આવી હોય તેવંુ દ્રશ્યમાન થતંુ નથી ત્યારે તંત્ર દ્વારા સમસ્યાના નિવારણ માટે ક્યા પ્રકારના પગલા લેવાય છે તેના પર નાગરીકોની મીટ મંડાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો