તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચાલુ માસે પ્રા.શિક્ષકોનો ઓન લાઇન બદલી કેમ્પ યોજાશે

ચાલુ માસે પ્રા.શિક્ષકોનો ઓન લાઇન બદલી કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યપ્રાથમિક શિક્ષણ નિયામકે શિક્ષકો માટે ઓન લાઇન બદલી કેમ્પની તારીખ જાય કરી છે, જેમાં પ્રથમ તબક્કે 11મીથી 13મી સપ્ટેમ્બર સુધી અને બીજા તબક્કે 29મીથી 30મી સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.

પ્રાપ્ત વિગતો મુજબ બદલી માટેની ખાલી જગ્યાઓ 2016ની 31મી ઓગસ્ટની સ્થિતિએ મંજુર મહેકમ પ્રમાણે 2017ની 1લી જૂનની સ્થિતિએ ખાલી જગ્યાઓ અપલોડ કરવા સૂચના અપાઇ છે. અગાઉ જેમની બદલી થઇ ગઇ હોય પણ 10 ટકાના નિયમના કારણે છૂટા થઇ શક્યા હોય તેમની મૂળ શાળાની જગ્યાએ ખાલી બતાવવાની રહેશે. દરમિયાન આંતરિક અરસપરસ બદલી 7મી સપ્ટેમ્બર અને જિલ્લા અરસપરસ બદલી 8મી સપ્ટેમ્બરના યોજાશે.

અન્ય સમાચારો પણ છે...