તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માધાપરમાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ: JICમાં સઘન પુછતાછ જારી

માધાપરમાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ: JICમાં સઘન પુછતાછ જારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના માધાપરમાંથી પોલીસ અને 181 અભયમ હેલ્પલાઇને એક 20 વર્ષિય બાંગ્લાદેશી યુવતીને ઝડપી પાડી હતી. હેલ્પલાઇનની ટીમે પકડેલી મહિલાને પ્રથમ એસઓજીમાં લઇ જવાયા બાદ વધુ તપાસ માટે ભુજના જોઇન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં ખસેડાઇ છે.

પશ્ચિક કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઇ આર.એ.ડોડિયાએ માહિતી આપતાં કહ્યું કે માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલી દેવનગર સોસાયટીના અપરા કોટેજીસમાંથી રઝી્યા ગાલેક ગાજી મુસ્લિમ નામની યુવતી પોલીસને મળી આવી હતી.

પોતાના પતિ સાથે અહી ભાડાના મકાનમાં રહેતી રઝિયાને તેના પતિ અને અન્ય સાસરિયાઓ દરરોજ ઢોર માર મારતા હતા. બાબતે તેના પાડોશીઓએ 181 અભયમ હેલ્પલાઇનમાં જાણ કરતાં શનિવારે સવારે મહિલા હેલ્પલાઇનની ટુકડી માધાપર ધસી આવી હતી. અને મહિલાને તેના સાસરિયાઓના ત્રાસમાંથી છોડાવી હતી.

રઝિયાને માધાપરમાં રહેતા સતુભા નામના શખ્સે લગ્ન કર્યા વગર તેના ઘરે બેસાડી હતી અને તે પછી તેને શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ઼. તપાસમાં રઝિયા બા઼ગ્લાદેશના બાજગટા જિલ્લામાં રહેતી હોવાનું ખુલતાં તેને તપાસ માટે જેઆઇસીમાં ખસેડાઇ હતી. અહી કચ્છમાં કાર્યરત વિવિધ સુરક્ષા એજન્સીઓ તેની સઘન પુછતાછ કરી રહી છે.

રઝિયાએ ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કર્યો હોવાના લીધે તપાસ પૂર્ણ થયા બાદ તેના વિરુધ્ધ ગેરકાયદે પ્રવેશ સંદર્ભે પાસપોર્ટ એકટ મુજબ ગુન્હો દાખલ કરવાની પ્રક્રીયા હાથ ધરાશે તેવું એસઓજી પી.આઇએ જણાવ્યું હતુ઼.

પતિ અને સાસરિયા દ્વારા દરરોજ ઢોરમાર મરાતો હતો, પાડોશીઓએ હેલ્પલાઈનને જાણ કરી તપાસમાં વાંધાજનક મળ્યું: તપાસ બાદ મહિલા વિરુધ્ધ પાસપોર્ટ એકટ તળે ગુન્હો નોંધાશે

પરિચિતો ભોળવીને રઝિયાને ભારતમાં લાવ્યા

મહિલા હેલ્પલાઇન સમક્ષ પોતાની આપવીતી વર્ણવતા રઝિયાએ કહ્યું કે તેને તેના પરીચીતોજ ભોળવીને ભારતમાં લઇ આવ્યા હતા. અહી તેને વેંચી મારવામાં આવી હતી. પણ રઝિયા શખ્સોની ચુંગાલમાંથી નાસી છુટયા બાદ સતુભાના સંપર્કમા઼ આવી હતી. અને તેની સાથે વગર લગ્ને રહેવા લાગી હતી. રઝિયાને દોઢ વર્ષનું બાળક હોવાનુ઼ પણ ખુલ્યું છે.

યુવતીઓનેવેંચી મારવાના ખોફનાક ષડયંત્રના છેડા ભુજ અને માધાપર સુધી સક્રિય ?

રઝીયાનેબાંગ્લાદશેથી ભારત લઇ અવાયા બાદ વેંચી મરાઇ હતી ત્યારે તેને અહી કોણ લઇ આવ્યું કેટલા રૂપિયામાં તેનું વેચાણ થયું તે બાબતની તપાસ ચાલી રહી છે. દરમ્યાન યુવતીઓને વેંચી મારવાના કરાસાનો પર્દાફાશ થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...