• Gujarati News
  • National
  • 400 છોડ વાવી એરપોર્ટ હરિયાળું બનાવાશે

400 છોડ વાવી એરપોર્ટ હરિયાળું બનાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજએરપોર્ટ ખાતે એરપોર્ટ ઓથોરિટી, સીઆઇએસએફ અને ચેતન ભાનુશાલીના ટ્રસ્ટ માતુશ્રી ભચીબાઇ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા એરપોર્ટ પરીસર ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. 400 જેટલા વૃક્ષનું વાવેતર કરી એરપોર્ટ પરીસરને હરિયાળું બનાવી વૃક્ષ વૃદ્ધિ-કચ્છની સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા આહવાન કરાયું હતું.

વૃક્ષરોપણના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, ભાજપના જિલ્લા અધ્યક્ષ કેશુભાઇ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ અશોક હાથી, એરપોર્ટના ડી.સી. કિશોરકુમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

કલેક્ટર રેમ્યા મોહન અને સામાજિક અગ્રણી ચેતન ભાનુશાલીએ કચ્છના પરીપ્રેક્ષમાં વૃક્ષોની અગત્યતા પર ભાર મૂક્યો હતો. કલેક્ટરે ભચીબાઇ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી હતી. ભાજપના જિલ્લા પ્રમુખે શ્રેષ્ઠ પર્યાવરણ માટે અધિક વૃક્ષ વાવવા અનુરોધ કર્યો હતો.

હેમંત રાંભિયા, હાજી અહેમદ હાજી હસન જુણેજા સહિત એરપોર્ટ ઓથોરિટી, સીઆઇએસએફ અને જેટ એરવેઝના સ્ટાફે હાજર રહી આયોજન સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...