તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આગાખાનની હિરક જયંતિએ કચ્છના 17 ગામોમાં સેવા પ્રવૃત્તિ કરાશે

આગાખાનની હિરક જયંતિએ કચ્છના 17 ગામોમાં સેવા પ્રવૃત્તિ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વનાવિવિધ દેશોમાં વસતા 1.5 કરોડથી વધુ શિયા ઇસ્માઇલી મુસ્લિમોના વંશપરંપરાગત ઇમામ નામદાર આગાખાનની હિરક જયંતિની ઉજવણી કચ્છ સહિત સમગ્ર વિશ્વમાં આરંભાઇ છે ત્યારે ઉજવણી અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓના 17 જેટલાં ગામોમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

પયગમ્બર મુહમ્મદસાહેબના પિત્રાઇ અને જમાઇ હ. અલી પહેલા ઇમામ અને તેમનાં ધર્મપત્ની બીબી ફાતિમાના પુત્રી મારફત પયગમ્બરસાહેબના સીધા વંશજ ગણાતા એવા નામદાર આગાખાનના માર્ગદર્શન હેઠળ ચાલતાં આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક દ્વારા મધ્ય અને દક્ષિણ એશિયા, પૂર્વ અને પશ્ચિમ આફ્રિકા, મધ્યપૂર્વ સહિતના 30 થી વધારે દેશોમાં કોઇ પણ પ્રકારના જાતિ કે રંગભેદ વગર આરોગ્ય, શિક્ષણ, સ્થાપત્યકળા, માઇક્રો ફાઇનાન્સ, ગ્રામ્ય વિકાસ સહિતની સામાજિક ઉત્થાન માટેની પ્રવૃત્તિઓ હાથ ધરાઇ રહી છે. નેટવર્કની સંસ્થાઓ દ્વારા 200થી વધારે આરોગ્ય સેવાઓ, 6 દેશોમાં ફેલાયેલી 2 યુનિવર્સિટીઓ, અંતરિયાળ અને ગરીબ વિસ્તારોમાં 200થી વધુ શાળાઓ ચલાવાય છે. દર વર્ષે 50 લાખ લોકોના આરોગ્યની સંભાળ લેવા સાથે 20 લાખથી વધુ છાત્રોને પ્રિ સ્કૂલથી યુનિવર્સિટી સુધીના શિક્ષણમાં સહાય, 8થી 10 લાખ લોકોની આજીવિકામાં સાર્થક વધારો કરી તેમના જીવન ધોરણને ઊંચું લાવવું જેવા પ્રોજેક્ટો હાથ ધરાય છે. ગરીબી નાબૂદી, શિક્ષણ માટે નાણાકીય સંશાધનોની પ્રાપ્તિમાં વધારો, આરોગ્ય અને ગૃહ નિર્માણ, બાળ વિકાસ, આંતરમાળખાકીય વિકાસ સહિતના કાર્યક્રમોમાં કચ્છના 17 ગામોને પણ આવરી લેવામાં આવનારાં છે.

શિયા ઇસ્માઇલી સમાજના વૈશ્વિક ધર્મગુરૂની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે આયોજન

અન્ય સમાચારો પણ છે...