તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નલીયા કાંડના વસંતના જામીન હાઇકોર્ટે ફગાવ્યા

નલીયા કાંડના વસંતના જામીન હાઇકોર્ટે ફગાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નલિયાદુષ્કર્મકાંડના ગાંધીધામના ભાજપી નગરસેવક વસંત ભાનુશાલીના જામીન હાઇકોર્ટે નામંજુર કર્યા હતા, અગાઉ સાતેય આરોપીઓના જામીન ભુજ સેશન કોર્ટ ફગાવી ચુકી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, નલિયા સામૂહિક દુષ્કર્મકાંડમાં જામીન મેળવવા ગુજરાત હાઈકૉર્ટમાં અરજી કરનારા ભાજપના નગરસેવક વસંત કરસનદાસ ભાનુશાલીની અરજી હાઈકૉર્ટે ફગાવી દીધી છે.

હાઈકૉર્ટે કેસની ગંભીરતા, આરોપીની સંડોવણી અને ખાસ પીડિતાએ આરોપીની તરફેણમાં કરેલા સોગંદનામાને ધ્યાને રાખી વસંતની જામીન અરજી ફગાવી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભુજ સેશન્સ કૉર્ટ વસંત ભાનુશાલી સહિત અન્ય આરોપીઓની જામીન અરજી ફગાવી ચૂકી છે.

ભુજમાં જામીન અરજી વખતે ફરિયાદી યુવતીએ વસંત ભાનુશાળીને ઓળખતી ના હોવાનું જણાવી તેની તરફેણમાં કૉર્ટમાં સોગંદનામુ રજૂ કરી તેને ક્લિનચીટ આપી હતી.

જો કે, કૉર્ટે પોલીસે વસંત ભાનુશાલી અને પીડિતા વચ્ચે થયેલા ફોન પર વાતચીત વગેરે પૂરાવાને ધ્યાને રાખી આરોપીની જામીન હાઇકોર્ટે નામંજૂર કર્યા હતા.

ગાંધીધામના ભાજપી નગરસેવક સહિત સેશન્સ કોર્ટ સાતેયના જામીન ફગાવી ચુકી છે

અન્ય સમાચારો પણ છે...