તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છની 5 બસો હળવદ પાસે ધિંગાણાને કારણે બાયપાસ

કચ્છની 5 બસો હળવદ પાસે ધિંગાણાને કારણે બાયપાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છથીજતી 5 બસો મોરબી હળવદ પાસે દરબારો અને ભરવાડા વચ્ચે જૂથ અથડામણને કારણે અડધો કલાક રોક્યા બાદ બાયપાસ જવા દેવાઇ હતી. જોકે, પોલીસ સુરક્ષા બાદ વાહન વ્યવહાર સુરક્ષિત રીતે પુર્વવત્ કરી દેવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સાંજના સમયે મોરબી અને હળવદ પાસે દરબારો અને ભરવાડો વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં બંને પક્ષે ખૂન થયાની ઘટનાની ચર્ચાએ જોર પકડ્યું હતું, જેથી ભારે તંગદિલી ફેલાઇ ગઇ હતી, જેના પગલે ભુજથી ઉપડેલી 5 બસોના ડ્રાઇવરોને મોરબી, ધ્રાંગધ્રા, હળવદ ડેપોમાં બસ લઇ જવા સૂચના અપાઇ હતી. અડધા કલાક સુધી વાહન વ્યવહાર અટક્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે બસોને બાયપાસ જવા દેવાઇ હતી. જોકે, દરમિયાન મુસાફરો અને તેમના સ્વજનો ચિંતામાં મૂકાયા હતા અને સ્થિતિ જાણવા મોબાઇલની રિંગ ટોન શરૂ થઇ ગઇ હતી.

ભુજ એસ. ટી. વિભાગીય નિયામક ચારોલાનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, જૂથ અથડામણને કારણે બસોને ધ્રાંગધ્રા, હળવદ અને મોરબી ડેપોમાં નહોતી લઇ જવાઇ, બાસપાસ રવાના કરી દેવાઇ હતી, જોકે, પૂરતો પોલીસ બંદોબસ્ત હોવાથી મુસાફરો સલામત છે, ચિંતા જેવું કંઇ નથી.

આમ છતાં બસોના ડ્રાઈવર અને કન્ડકટર સાથે સંપર્ક ચાલુમાં છે.

સાંજે દરબારો અને ભરવાડા વચ્ચે જૂથ અથડામણને કારણે અડધો કલાક રોકી લેવાઇ

અન્ય સમાચારો પણ છે...