તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીમાં રક્તદાન શિબિરમાં 20 બોટલ લોહી એકઠું કરાયું

માંડવીમાં રક્તદાન શિબિરમાં 20 બોટલ લોહી એકઠું કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાંરોટરી ક્લબ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરમાં 20 બોટલ લોહી એકઠું કરાયું હતું.

રોટરીના ક્લબવર્ષના આરંભે- 1લી જુલાઇએ જિલ્લાભરમાં 120થી વધુ ક્લબોમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. શહેરમાં મયૂર બ્લડબેંકના સહયોગથી આયોજિત કરાયેલા શિબિરનો બ્લડબેંકના સામત સોઢા, ક્લબના ડો. હર્ષદ ઉદ્દેશી, ડો. નિમિષ મહેતા, અક્ષય મહેતા, વિનય ટોપરાણી સહિતના અગ્રણીઓએ દીપ પ્રાગટ્યથી આરંભ કરાવ્યો હતો. શિબિરમાં પ્રમુખ મૌલન પટેલ, તેજસ વાસાણી, અલ્પેશ મહેતા, અમીષ સંઘવી, મંત્રી પ્રતિક શાહ, દર્શન શાહ, નિહીત ભીંડે, નેહલ ગણાત્રા, પરીન સોનેજા, પ્રશાંત પટવા, પારસ સંઘવી, આશિષ શાહ, નિતિન ગાંધી, રાજેશ દોશી, માંડવી ઇન્નરવ્હિલ ક્લબના પ્રમુખ દિપાલી સંઘવી, મંત્રી માનસી શાહ, ચાંદની જોષી સહિતના અગ્રણીઓએ હાજર રહી રક્તદાન કર્યું હતું. બ્લડબેંક અને રોટરી તરફથી દાતાઓને પ્રમાણપત્ર અપાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...