તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને 7મા પગારપંચનો લાભ આપવા માગ

ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને 7મા પગારપંચનો લાભ આપવા માગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રિયશૈક્ષિક મહાસંઘની ગુજરાત શાખા દ્વારા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળીને વિવિધ માંગો પર સત્વરે ધ્યાન દઇ નિવારણ લાવવાની રજૂઆત કરાઇ હતી અન્યથા ગાંધી ચિંધ્યામાર્ગે જવાની ચીમકી પણ અપાઇ હતી.

મહાસંઘના અગ્રણીઓએ શિક્ષણમંત્રીને મળીને રાજ્યની ગ્રાન્ટેડ, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોને 7મા પગારપંચનો લાભ આપવા માંગ ઉઠાવી હતી. ઉપરાંત બીટ કેળવણી નિરીક્ષકની જગ્યાઓ શિક્ષકોના 50 ટકા પ્રમોશનથી ભરવા, પ્રાથમિકમાં ફરજ બજાવતા સીપીએડ, ડીપીએડ તેમજ એટીડી શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિકમાં વિકલ્પ આપી સમાવવા અને આરટીઇ હેઠળ વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની ભરતી કરવા પગલાં ભરવા જણાવાયું છે.

શિક્ષકોના પ્રશ્નોની રજૂઆતના સમયગાળાનો ઠરાવ સત્વરે રદ્દ કરવા, જીલ્લા ફેરબદલી 40ની જગ્યાએ 100 ટકા કરવા, શિક્ષક ભરતી બોન્ડનો સમય ઘટાડીને 3 વર્ષનો કરવા, જિલ્લા ફેરબદલી માટે સિનિયોરિટીનો ક્રમ નોટીસબોર્ડ પર મૂકવા, કોર્પોરેશનની શાળાઓમાં 100 ટકા ગ્રાન્ટ ફાળવવા, વિદ્યાસહાયકોના પગારની વિસંગતતાઓ દૂર કરવા, જેમની બદલી થયેલ છે તેમને 100 ટકા છુટા કરી અન્ય જગ્યાએ હાજર થવા દેવા સહિતની રજૂઆતો કરાઇ હતી.

સરકાર દ્વારા સત્વરે મુદ્દે કાર્યવાહી થવાના સંજોગોમાં ગાંધી ચિંધ્યામાર્ગે કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.

રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રી પાસે વિવિધ માંગો ઉઠાવાઇ

અન્ય સમાચારો પણ છે...