તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છ યુનિ.ના છાત્રોએ આસામમાં મેળવી જીયોલોજીની ખાસ તાલીમ

કચ્છ યુનિ.ના છાત્રોએ આસામમાં મેળવી જીયોલોજીની ખાસ તાલીમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છયુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાયર્મેન્ટલ સાયન્સ વિભાગના જીયોલોજી વિષયના 6 છાત્રોએ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ સંચાલિત ઓઇલ ઇન્ડિયા લી.ના દુલિયાજામ, આસામ ખાતેના પ્લાન્ટમાં તેલક્ષેત્રોને લગતી વિશેષ તાલીમ મેળવી હતી.

વિભાગીય અધ્યક્ષ ડો. એમ.જી. ઠક્કરના જણાવ્યા મુજબ જીયોલોજીના છાત્રો અક્ષયજ્યોતિ બરુહા, પ્રિયંકા શર્મા, મોનાલી દત્તા, દેવિકા દેઓરી, સ્વાગત બરુહા અને ચયનિકા દાસ ઓઇલ એક્સપ્લોરેસન પ્રોજેક્ટ અંતર્ગત એક માસની ટ્રેઇનિંગ માટે આસામ ગયાં હતાં.

ઓઆઇએલના પ્લાન્ટમાં તેમને તેલક્ષેત્રો શોધવાની પદ્ધતિઓ, ઓન શાર ડ્રિલિંગ અને તેની ગુણવત્તા ચકાસવા માટેની જીયોકેમીકલ અને અન્ય પ્રયોગાત્મક પદ્ધતિઓ વિશે શિક્ષણ અપાયું હતું. કંપનીના એચઆર મેનેજર દ્વારા છાત્રોને અભ્યાસ પૂર્ણ કરીને તાલીમી જીયોલોજીસ્ટ તરીકે જોડાઇ જવાનું આમંત્રણ પણ અપાયું હતું.

કંપનીની મુલાકાત અને છાત્રોની તાલીમમાં જનરલ મેનેજર એન.સી. ડેકા, એચઅાર એસ. ફકાન, જીયોલોજીસ્ટ ડો. પ્રતિમ બરુહા, એન્જિનિયર નિતિન સોની, રિઝર્વોયર જીયોલોજીસ્ટ કેશબ ગોગોઇ, જીયોફિઝિસીસ્ટ સુરેન્દ્ર દાસ અને જયંત સિંઘ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

તાલીમાર્થી છાત્રો સાથે નિષ્ણાંતો

તેલક્ષેત્રો શોધવા માટેની વિવિધ પદ્ધતિઓની લીધી ગહન શિક્ષા

અન્ય સમાચારો પણ છે...