વરસે તો વાગડ ભલો..! માલધારીઓએ પકડી વતનની વાટ!
વરસે તો વાગડ ભલો..! માલધારીઓએ પકડી વતનની વાટ!
રણના જહાજ તરીકે જાણીતા ઊંટને સાથે રાખી માલધારી સમાજ દૂરસુદૂર સુધી પ્રવાસ કરે છે, પણ જ્યારે ચોમાસું આવે અને વતનમાં મેઘાએ હેત વરસાવ્યાના વાવડ મળતા સંતુષ્ટી અને આનંદ સાથે વતન વાગડની વાટ પકડે છે. વરસાદનું આગમન થતાં કેટલાય કિલોમીટર કાપીને માલધારી પરિવારો પાછા વાગડ તરફ આવી રહ્યા છે. આવો એક પરિવાર આડેસર પાસે પહોંચી આવ્યો હતો, તેમના ચહેરા પર વરસાદ અને વતન બન્નેની ખુશી વર્તાતી હતી, ‘અસાંજે કચ્છમેં મેં અચો’ કહી ઉત્સાહપૂર્વક પગ ઉપાડતા હતા. જે જોઇ જાણીતો દુહો સ્મૃતિપટલ પર તાજો થઈ જાય છે કે, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરસે તો વાગડ ભલો, કચ્છડો બારે માસ.