• Gujarati News
  • National
  • બાળકીના અપમૃત્યુથી કલેક્ટરે પાલિકાના તમામ બ્રાન્ચ હેડને આડેહાથ લીધા

બાળકીના અપમૃત્યુથી કલેક્ટરે પાલિકાના તમામ બ્રાન્ચ હેડને આડેહાથ લીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંશનિવારની સાંજે પટેલ હોસ્પિટલથી મામલતદાર કચેરી વચ્ચે ઝૂંપડામાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ગટરના પાણીથી ડૂબીને મોતને ભેટી હતી, જેથી રવિવારે કલેક્ટરે પાલિકાની તમામ બ્રાન્ચના વડાઓની બેઠક બોલાવી હતી અને કામગીરીથી નારાજગી વ્યક્ત કરી આડેહાથ લીધા હોવાના હેવાલ છે.

શ્રમજીવી પરિવારની 4 વર્ષીય હિના શિવા પાઉયા ગટરની ચેમ્બરના ગંદાં પાણીમાં ડૂબીને મોતને ભેટી હોવાની ઘટનાએ મહિલા કલેક્ટર રેમ્યા મોહનને હચમચાવી દીધી છે. ઘટનાના સમચાર મળતાં તેઓ સ્થળ નિરીક્ષણ માટે ધસી ગયા હતા, જેથી નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચના વડા, એન્જિનિયર્સ, કર્મચારીઓ અને પદાધિકારીઓ પણ પહોંચી ગયા હતા. જોકે, કલેક્ટર નિરીક્ષણ કર્યા બાદ તરત નીકળી ગયા હતા, પરંતુ નગરપાલિકાનો સ્ટાફ અને પદાધિકારીઓ મોડી રાત સુધી સ્થળ ઉપર રહ્યા હતા, જેમાં નગરપતિ અશોકભાઇ હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા પણ હાજર હતા. જેમણે પણ ભારે દુ:ખ સાથે નારાજગી વ્યક્ત કરી હતી. બીજા દિવસે રવિવારે મહિલા કલેક્ટર રેમ્યા મોહને પાલિકાની તમામ બ્રાન્ચના જવાબદારોને બોલાવીને આડેહાથ લીધા હતા. તેમણે નગરપાલિકાની કામગીરીથી નારાજગી વ્યક્ત કરતા પૂછાણુ લીધું હતું અને મૌખિક નોટિસ પણ આપી હતી.

પ્રમુખસ્વામીનગર પાસે ગટરની લાઇન બેસી ગઇ છે, જેની કામગીરી ચાલતી હોવાથી મામલતદાર પાસેની ગટરની ચેમ્બર ઉભરાઇ હતી. કોઇએ નગરપાલિકા ફરિયાદ પણ નોંધાવી હતી.

પ્રમુખસ્વામીનગર પાસે લાઇન બેસી જતાં ગટર ઉભરાઇ

ઝૂંપડામાં રહેતા શ્રમજીવીઓ ગટરના ઢાંકણા ખોલી નાખે છે

કલેક્ટરસાથેની બેઠક બાદ કર્મચારીઓએ અંદરોઅંદર વાત કરતા હતા કે, ઝૂંપડા બાંધી રહેતા શ્રમજીવીઓ શૌચ આદિ ક્રિયા કરવા ગટરના ઢાંકણા ખોલી નાખે છે.

રવિવારે વીડિયોગ્રાફી કરાવી

કલેક્ટરરેમ્યા મોહને રવિવારે બપોરે મોડે સુધી કર્મચારીઓની કામગીરીની ટીકાટિપ્પણી કર્યા બાદ ઘટનાસ્થળની વીડિયોગ્રાફી કરાવી હતી.

કામગીરીથી નારાજગી વ્યક્ત કરી સુધારો લાવવા મૌખિક નોટિસ

અન્ય સમાચારો પણ છે...