તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓરીડામાં 700 બોરી ગેરકાયદે કોલસા સાથે આરોપી ઝડપાયો

ઓરીડામાં 700 બોરી ગેરકાયદે કોલસા સાથે આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના ઓરીડા ગેરકાયદે 700 બોરી કોલસો લઇ જતા ટ્રેઇલરના ડ્રાઇવરને બાતમીના અધારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સચોટ બાતમી મળતાં નખત્રાણા તાલુકાના ઓરીડા ગામ નજીક ટ્રેઇલર આરજે-32-જીએ-3903 રોકીને તેના ડ્રાઇવર શંકરસિંગ રાજકરણ ગુર્જર (ઉ.વ.22)(રહે. જિલ્લો- અજમેર-રાજસ્થાન)ની પૂછતાછ હાથ ધરતાં તેના પાસે ટ્રેઇલરમાં ભરેલી 700 બોરી કોલસા (કિંમત 10000)ના કોઇ બીલ કે આધાર-પુરાવા આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી કોલસો તેમજ ટ્રેઇલર (કિંમત 10,00,000) સહિત 10,10,000નો મુદામાલ કબજે કરીને આરોપીની અટકાયત કરી આગળની તપાસ થવા માટે નખત્રાણા પોલીસ સ્ટેશનને હવાલ કર્યો હતો. નખત્રાણા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એલસીબીએ બાતમીના આધારે રાજસ્થાની ડ્રાઇવરની ધરપકડ કરી

અન્ય સમાચારો પણ છે...