તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્ટાફ ઘટથી જિલ્લા તોલમાપ કચેરીનો વહીવટ ખોરંભે

સ્ટાફ ઘટથી જિલ્લા તોલમાપ કચેરીનો વહીવટ ખોરંભે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનાઅન્ય સરકારી તંત્રોની માફક જિલ્લાના તોલમાપ કચેરી પણ સ્ટાફની ઘટથી પીડાઇ રહી છે અને સ્ટાફ ઘટના કારણે કચેરીનો વહીવટ પણ ખોરંભે ચડ્યો છે. સૂત્રોએ માહિતી આપતાં કહ્યું કે, માત્ર કચ્છ નહીં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આવેલી તોલમાપ કચેરીમાં આવી સ્થિતિ પ્રવર્તતી જોવા મળી રહી છે.

ભુજના બહુમાળી ભવનમાં આવેલી તોલમાપ કચેરીમાં મુખ્ય તોલમાપ અધિકારીથી લઇ તોલમાપ ચેકિંગની કામગીરી કરતા ઇન્સ્પેક્ટરોની ભારે ઘટ જોવા મળી રહી છે. જેના કારણે કોઇ વિશેષ ચેેકિંગ ઝુંબેશ છેડવાની વાત તો દૂર રહી રૂટીન કામગીરી પણ ભાગ્યે કરી શકાતી હોવાની સ્થિતિ સર્જાઇ છે.

કચ્છમાં તોલમાપ અધિકારીની જગ્યા લાંબા સમયથી વણપૂરાયેલી છે. હાલ કચ્છમાં ફરજ બજાવતા તોલમાપ અધિકારી પાસે કચ્છ ઉપરાંત બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો હવાલો છે, જેથી તેમની કચ્છમાં હાજરી પખવાડિયે એકાદ વાર માંડ હોય છે, તો અધૂરામાં પૂરું ભુજની કચેરીમાં મંજૂર થયેલી 6 ઇન્સ્પેક્ટરની જગ્યામાંથી અત્યારે 3 ભરાયેલી છે. 3 પૈકી 1 ઇન્સ્પેક્ટર ઓફિસવર્કમાં રોકાયેલા હોતા માત્ર 2 ઈન્સ્પેક્ટરના ભાગે આખા જિલ્લાની ચેકિંગ કામગીરીનું ભારણ આવી જાય છે. આખા રાજ્યમાં કાયમી તોલમાપ અધિકારીની માત્ર 5 જગ્યા ભરાયેલી છે, તો કેટલાક જિલ્લામાં સિનિયર કર્મચારીને તોલમાપ અધિકારી બનાવી દેવાયા છે. આવા સંજોગોમાં તોલમાપ ખાતું કઇ રીતે ગ્રાહકલક્ષી અભિગમવાળી કામગીરી કરી શકે તે એક મોટો સવાલ બનીને સામે આવી રહી છે.

તોલમાપ અધિકારી પાસે 3 જિલ્લાનો ચાર્જ : ઇન્સ્પેક્ટરની 3 જગ્યા ખાલી

અન્ય સમાચારો પણ છે...