તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘મીડલ સ્કૂલ પ્રાંગણમાં હંગામી બસ સ્ટેશન ખસેડવાથી શિક્ષણ બગડશે’

‘મીડલ સ્કૂલ પ્રાંગણમાં હંગામી બસ સ્ટેશન ખસેડવાથી શિક્ષણ બગડશે’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંજિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના મેદાનને માત્ર શૈક્ષણિક ઉપયોગ માટે અનામત રાખવા શિક્ષણ સચિવ અને જી.સી.આર.ટી.સી.ના નિયામકે ઠરાવ કરાવ્યો હતો. આમ છતાં ભૂકંપ બાદ ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળે દુકાનો બનાવવા ભાડે આપ્યું હતું, જેથી 2006-07માં કોર્ટે ભાડાને મેદાન ખાલી કરવા હુકમ કર્યો હતો. હવે ભુજ બસ સ્ટેશન હંગામી ધોરણે મીડલ સ્કૂલમાં ખસેડવાની મંજૂરી મગાઇ છે, જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અવળી અસર કરશે. એવી રજૂઆત જાગૃત નાગરિકે કરી હોવાના હેવાલ છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના નિવૃત્ત સરકારી કર્મચારી કે.વી. ભાવસારે જી.સી.ઇ.આર.ટી. કચેરીના નિયામકને પત્ર લખી જણાવ્યું હતું કે, ભવિષ્યમાં મીડલ સ્કૂલના મેદાનનો માત્ર શૈક્ષણિક ઉપયોગ માટે અનામત રાખવા 1998ની 27મી સપ્ટેમ્બરમાં ઠરાવ કરાયો છે. આમ છતાં તે બાદ પણ આનંદ મેળા, દિવાળી દરમિયાન ફટાકડા સ્ટોલ અને એસ.ટી. નિગમને મેળા પ્રસંગે વિશેષ બસો દોડાવવા ભાડે અપાતું હતું હતું, જેથી મેદાન, વૃક્ષો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને નુકસાન થતું હતું. કચ્છમાં 2001ની 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો હતો, જેથી કલેક્ટરની સૂચનાથી માનવતાના ધોરણે ભૂકંપ પીડિતોની સહાય માટે મેદાન ભાડે અપાયું હતું, પરંતુ ભાડાના અધિકારીઓએ મેદાનમાં હંગામી ધોરણે પાકી દુકાનો બનાવી વ્યાપારી ધોરણે ભાડે આપ્યું હતું, જેથી 4 વર્ષ સુધી શૈક્ષણિક કાર્ય ઉપર અવળી અસર થઇ હતી. ત્યારબાદ પ્રિન્સિપાલે ગાંધીનગરમાં વિગતવાર રિપોર્ટ મોકલ્યો હતો અને કોર્ટમાં કેસ કરવાની મંજૂરી માગી હતી. કોર્ટે 2006-07માં મેદાન ખાલી કરી જિલ્લા તાલીમ ભવનને કબજો અાપવા હુકમ કર્યો હતો. હવે ભુજમાં જૂના જર્જરિત બસ સ્ટેશનની જગ્યાએ નવા બસ કોર્ટની ઇમારત બની રહી છે, ત્યારે ભુજ બસ સ્ટેશનને હંગામી ધોરણે મીડલ સ્કૂલમાં ખસેડવા દરખાસ્ત કરાઇ છે. દરખાસ્ત મંજૂર થશે તો શૈક્ષણિક કાર્ય ઉપર અવળી અસર પડશે, જેથી મંજૂરી આપવી જોઇએ.

2006-07માં કોર્ટે ‘ભાડા’ને પણ મેદાન ખાલી કરવા હુકમ કર્યો છે

અન્ય સમાચારો પણ છે...