તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એક દિવસમાં 9 કરોડ વૃક્ષ વાવવાનું શક્ય નથી, વિશ્વ વિક્રમ કરવાની યોજના રદ કરાઈ

એક દિવસમાં 9 કરોડ વૃક્ષ વાવવાનું શક્ય નથી, વિશ્વ વિક્રમ કરવાની યોજના રદ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટિકલ રિપોર્ટર | ગાંધીનગર

રાજ્ય સરકાર દ્વારા 27 જુલાઈએ કચ્છ જિલ્લામાં રાજ્યકક્ષાના વનમહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી રૂપાણીએ એક દિવસમાં રાજ્યભરના 18 હજાર ગામડાંઓમાં સૌથી વધુ વૃક્ષો વાવીને વિશ્વ વિક્રમ બનાવવા અધિકારીઓને સૂચના આપી હતી. જો કે, અધિકારીઓએ એક દિવસમાં આ કાર્ય શક્ય ન હોવાનો અહેવાલ આપતા સરકારે વૃક્ષારોપણમાં વિશ્વ વિક્રમનો વિચાર પડતો મૂકવાનો વારો આવ્યો છે. તેથી હવે જળસંચયની જેમ 27 જુલાઈથી સમગ્ર મહિના દરમિયાન કુલ 15 કરોડ વૃક્ષો વાવી વૃક્ષારોપણનું મહાઅભિયાન ચલાવવામાં આવશે.

આ મુદ્દે રાજ્યકક્ષાના વનમંત્રી રમણભાઈ પાટકરે જણાવ્યું હતું કે, અગાઉ એક દિવસમાં 9 કરોડ રોપા વાવવાનું સરકારે આયોજન કર્યું હતું. જો કે, એક સાથે આટલા વૃક્ષોની જાળવણીના મુદ્દાને ધ્યાનમાં લઈને સરકારે હવે જળસંચયની જેમ સમગ્ર મહિના દરમિયાન વૃક્ષારોપણનું અભિયાન ચલાવવાનું આયોજન કર્યું છે. સરકાર પાસે હાલ 10 કરોડ જેટલાં રોપાઓની વ્યવસ્થા છે. આ ઉપરાંત 5 કરોડથી વધારે બીજ આધારિત વૃક્ષોની પણ વાવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...