તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભચાઉમાં બેંકમાં ફ્રેંકિંગ સેવા મળે તેના સક્રિય પ્રયાસ કરાશે

ભચાઉમાં બેંકમાં ફ્રેંકિંગ સેવા મળે તેના સક્રિય પ્રયાસ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ બાર એસોસિયેશનમાં ખાલી પડેલી હોદ્દેદારોની બેકઠ પર નિમણૂક માટે આયોજિત સમાન્ય સભામાં અરજદારોને ઇન્ટરનેટના અભાવે ઇ-ફ્રેંકિંગ માટે મુશ્કેલીઓ થતી હોવાનું સુચન આવતાં સ્થાનિકે બેંકમાં આ સેવા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ આદરવા નિર્ણય લેવાયો હતો.

એસોસિયેશનના પ્રમુખ વિશાલ કોટકના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં ખજાનચી તરીકે ઇશ્વર એમ. મિયોત્રા અને લાયબ્રેરિયન પદે શબાનાબેન માંજોઠીની વરણી કરાઇ હતી. આ ઉપરાંત ચમનભાઇ કંસારા, કલાબેન ગાલા, ઇલાબેન શાહ, ભાવનાબેન પટેલ અને પરેશ ઠક્કરને કારોબારી સભ્યો તરીકે સમાવાયા હતા.

તાલુકાના અરજદારોને અવાર નવાર ઇન્ટરનેટ બંધ હોતાં ઇ-ફ્રેંકિંગ અને ફ્રેંકિંગની સમસ્યા થતી હોવાની રજૂઆત આવતાં સ્થાનિકે કેડીસીસી બેંકમાં આ સુવિધા ઉપલબ્ધ કરવા રજૂઆત કરાશે તેમ જણાવાયું હતું. નવા વરાયેલા હોદ્દેદારોને ઉપપ્રમુખ સંતોષ જયસ્વાલ, મંત્રી શામજીભાઇ દરજી, પૂર્વ પ્રમુખ ભરત ભટ્ટ તેમજ એસોસિયેશનના સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...