તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સસરા પર છરીથી હુમલો કરનાર જમાઇની જામીન અરજી નામંજુર

સસરા પર છરીથી હુમલો કરનાર જમાઇની જામીન અરજી નામંજુર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં શાંતિનગર સમાવાસમાં માવતરે રીશામણે બેઠેલી પરણિતાને પરત સાસરે લઇ જવા મુદે સસરા પર છરીના ઘા મારી જીવલેણ હુમલો કરનારા સાત આરોપીઓ પૈકી પૈકી પતિની રેગ્યુલર જામીન અરજી અદાલતે બુધવારે ના મંજુર કરી હતી.

મુળ બાઉખા ગામે પરણેલી અને હાલ ભુજ શાંતિનગરમાં માવતરે રીશામણે બેઠેલી ખતિજાબેન હારૂન ઇશાક સમાના પતિ હારૂન ઇશાક સમા તથા સાસરીયાઓ દ્વારા માનસિક સારિરીક ત્રાસ અપાતો હોવાથી તે પિતા ગૃહે આવી ગઇ હતી. રમજાન ઇદ હોવાથી તેના પતિ હારૂન સમા અને સાસરીયાઓ ખતિજાને પરત સાસરે લઇ જવા આવ્યા હતા, ત્યારે ખતિજાના પિતા ગફુર સમાએ ના કહેતા ઉસકેરાયેલા આરોપી હારૂન ઇશાક સમા, સસરા ઇશાક ઉર્ફે કારો સુલેમાન સમા, સાધાક સુલેમાન સમા, રસીદ સુલેમાન સમા, રમજાન સુલેમાન સમા, હનિફ સાધક સમા, હફિશા સમા સહિતનાઓએ ઝગડો કરીને ખતિજાબેનના પિતા ગફુરભાઇ સમાને વાંસા તથા ખભાના ભાગે છરીના ઘા મારી લાકડી ધોકાથી માર મારી ઇજા પહોંચાડી હતી, પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ સાત આરોપીઓ પૈકી હારૂન ઇશા સમાએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા ભુજની સેસન્સ કોર્ટમાં અરજી કરતાં આઠમાં અધિક સેસન્સ જજ આશિષ એસ જે મલ્હોત્રાએ આરોપીના જામીન નામંજુર કર્યા હતા આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકિલ મયુરભાઇ પુરોહિતે હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...