તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજોડીની કંપનીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ શિબિર યોજાઇ

ભુજોડીની કંપનીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ શિબિર યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજોડી પાસે આવેલી ખાનગી કંપની આશાપુરા પર્ફોક્લેમાં કામદારો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ અંગેની શિબિર યોજાઇ હતી જેમાં 25 જેટલા કામદારો જોડાયા હતા. બે દિવસીય તાલીમનો રેડક્રોસના ડો. ભાવેશ આચાર્ય, સુરેશ ગામી, તુષાર ઠક્કર, કંપની વતી જયેશ ઠાકર, હસમુખ બમ્ભાનીયા તેમજ ડી.એસ. ત્રિપાઠીએ દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવ્યો હતો.

તાલીમમાં કામદારોને પાણીમાં બચાવ, ડેડ બોડી મેનેજમેન્ટ, કૃત્રિમ શ્વાસોચ્છવાસ પ્રક્રિયા-સીપીઆર, ફાયર સેફ્ટી, દાઝ્યા બાદની સારવાર, કુદરતી આફત નિવારણ, આપાતકાલિન સ્થિતિમાં બચાવ તેમજ પ્રાથમિક સારવારનું મહત્વ સહિતના મુદ્દાઓ પર તજજ્ઞો દ્વારા વિગતે સમજણ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...