તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિક્ષણમાં રાજકીય દખલ જોખમી : કોંગ્રેસ

શિક્ષણમાં રાજકીય દખલ જોખમી : કોંગ્રેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | શિક્ષણના ક્ષેત્રમાં રાજકિય દખલગીરીથી છાત્રોનું ભવીષ્ય જોખમાશે તેવો તર્ક રજુ કરી કચ્છ જિલ્લા કોંગ્રેસે આ ઘટનાને અંજામ અાપનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. કેમેસ્ટ્રી વિભાગના વડા પર જે હિચકારો હુમલો થયો તેને વખોડતાં કો઼ગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીઅે જણાવ્યું કે ભાજપ પક્ષ સતામાં આવ્યો ત્યારથી શિક્ષણ તંત્રમાંય ભયનો માહોલ સર્જી દીધો છે. શાળા અને કોલેજમાં શિક્ષકો અને અધ્યાપકોની ઘટ, સમરસ છાત્રાલય તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ કરાતું નથી. અનેક છાત્રાલયોમાં ગૃહપતિની જગ્યા ખાલી હોવા સહિતની અનેક સમસ્યાઓ સામે અવાજ ઉઠાવવાના બદલે શિક્ષણના ધામમાં પણ રાજકારણ કરી પોતાનું વર્ચસ્વ જમાવવા સતાધારી પક્ષ હવાંતિયા મારી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...