તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુનિ.ના પ્રોફેસર પર હુમલો કરનારાઓ પૈકી 5 પકડાયા

યુનિ.ના પ્રોફેસર પર હુમલો કરનારાઓ પૈકી 5 પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ યુનિવર્સિટીમાં સેેનેટ સભ્યોની ચુંટણીના વિરોધમાં રાસાયણિક વિભાગના પ્રોફેસર અને ચુંટણી અધિકારી ગીરીન કે બક્ષી પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ટોળા કરેલા હુમલાના બનાવે શહેરભરમાં ચકચાર મચાવી દીધી હતી, પોલીસે હુમલો કરનારા આરોપીઓ પૈકી પાંચ જણાઓની ધરપકડ કરી લીધી હતી.

કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડો.ગીરીન કમલકાંત બક્ષી પર મંગળવારે સવારે એબીવીપીના કાર્યકરો દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો અને પ્રોફેસર બક્ષીને ક્લાસમાંથી ઢસડીને ઘોલ ધપાટ મારી મોઢા પર કાળી સાહી રેડી દેવામાં આવી હતી. આ ઘટના બી ડિવિઝન પોલીસે રામ ભીમસિંહ ગઢવી, કિરીટસિંહ સુખદેવસિંહ જાડેજા, રવિ મોમાયા ગઢવી, તેજ મહેશભાઇ પાવાગઢી, અને ધ્રુવ રાજેશભાઇ જોષી સહિત પાંચ યુવકનોની ઘરપકડ કરી લીધી હતી. હુમલો કરવા બાબતે 15થી 20 જણાના ટોળા સામે ફરિયાદ નોંધાઇ હતી.

પ્રોફેસર પર થયેલા હુમલાને પગલે શિક્ષણ જગતમાં તેમજ નાગરજ્ઞાતિજનોમાં રોષની લાગણી ફેલાઇ હતી. નાગરજ્ઞાતિના લોકોએ બહોળી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ તેમજ એસપી કચેરીએ આવેદન પત્ર આપી ગીરીનભાઇ બક્ષીને ન્યાય અપાવવા અને આરોપીઓની તાકિદે ધરપકડ કરવા રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...