• Gujarati News
  • National
  • ભુજમાં આત્મહત્યા અટકાવ ફોરમની રચના કરવામાં આવી

ભુજમાં આત્મહત્યા અટકાવ ફોરમની રચના કરવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં આત્મહત્યા અટકાવ ફોરમની રચના કરવામાં આવી

ભુજ :
કચ્છ જિલ્લામાં ભારતની સૌ પ્રથમ કચ્છ આત્મહત્યા અટકાવ ફોરમની રચના કરવામાં આવી હતી, આ ફોરમમાં ભુજની વિવિધ સંસ્થાના આગેવાનોનો સમાવેશ કરાયો છે. આ કમિટીમાં પ્રમુખ તરીકે ડો. રામ ગઢવી, ઉપપ્રમુખ શૈલેન્દ્ર રાવલ, મંત્ર તરીકે ધવલ રાવલ, પીઆરઓ તરીકે જયંત વાઘેલા તથા રમેશ ભટ્ટ, સલાહકાર તરીકે ડો. દેવજ્યોતિ શર્મા, ડો. સુરેશ પટેલ, એડવોકેટ અશોક માંડલિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આત્મહત્યા અટકાવવા ફોરમ દ્વારા વિવિધ કાર્યક્રમો કરીને ઝુંબેશ ચલાવવામાં આવશે. આ કમિટીની 24 કલાક હેલ્પલાઇન 63544 84510 રાખવામાં આવે છે. કચ્છના તમામ નાના-મોટા શહેરોમાં ગેટ કીપર કાર્યકર તૈયાર કરવામાં આવશે ત્યાર બાદ વિવિધ શાળાઓ, સરકારી ઓફિસો, વિવિધ મંડળોમાં પોઝીટીવ વિચારો દ્વારા આત્મહત્યા અટકાવવાના પ્રયાસો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...