તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મનરેગા યોજનામાં હાલ 106 મજૂરો રોજગારી મેળવે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનરેગા યોજનામાં હાલ 106 મજૂરો રોજગારી મેળવે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છનીઆર્થિક પાટનગરી ગાંધીધામમાં મનરેગા યોજનામાં જે-તે ગામના લોકોને રોજગારી મળી રહે તે માટે તાલુકા પંચાયત દ્વારા મજૂરો શોધવા જવા પડે તેવી સ્થિતિ જણાતી હતી. એક વર્ષ સુધી તો કોઇ કામ કરવા ડોકાયું. ત્યારબાદ હાલ 106 જેટલા મજૂરો મજૂરી કરી રહ્યા છે.

પંચાયતના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામ તાલુકામાં સુધારેલા વેતન મુજબ 178માંથી 188 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. નક્કી કરવામાં આવેલા વેતન પ્રતિદિનમાં પણ અગાઉ કામ થતા હતા. બાબતે તાલુકા પંચાયત દ્વારા ઢંઢેરો પીટવામાં આવતો હતો, તેમ છતાં મજૂરો મળતા હતા. ત્યારબાદ મીઠીરોહર ખાતે અંદાજે સાડા ચાર લાખનું કામ તળાવ ઉડું કરવાનું પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અંતરજાળ અને કિડાણામાં પણ આગામી દિવસોમાં કામ કરવામાં આવનારું છે. મોટાભાગના કામો હાલ વનીકરણ કરાવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જિલ્લાકક્ષાની મીટિંગ મળી હતી, તેમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને યોજના હેઠળ જે-તે ગામના લોકોને રોજગારી મળી રહે તે માટે પગલાં ભરવા ભાર મૂકવામાં આવ્યો હતો.

ગાંધીધામમાં અગાઉ મજૂરો મળતા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો