તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હોસ્પિટલની બહાર ગેંગરીનનો દર્દી દિવસથી સારવાર વીના તરફડી રહ્યો છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલની બહાર ગેંગરીનનો દર્દી દિવસથી સારવાર વીના તરફડી રહ્યો છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરનાસરકારી દવાખાના રામબાગ બહાર દિવસથી ગેંગરીનનો કણસતો દર્દી સારવારના અભાવે બહાર વૃક્ષ નીચે પડ્યો છે. પ્રશાસનના દાવા મુજબ અહીં સારવાર શક્ય નથી અને તેને સારવાર અર્થે ભુજ જવું નથી, તો દર્દીના કહ્યા મુજબ તેને કોઇ સારવાર આપવામાં આવતી નથી અને ભુજ પણ મોકલાતો નથી, પરંતુ સ્થિતિ વચ્ચે આટલા દિવસથી તે વ્યક્તિ હાલતમાં દવાખાના બહાર વૃક્ષ નીચે કણસતો પડી રહ્યો છે.

હજી થોડા સમય પહેલાં ઓરીસ્સામાં હોસ્પિટલે એમ્બુલન્સની વ્યવસ્થા કરી આપતા મૃત પત્નીના અંગો તોડી પોટલું વાળી 12 કિ.મી. મૃતદેહને ઉઠાવી જવાનો કાળજા કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યાની સાહી સૂકાઈ નથી, ત્યારે દર્દી અને ડોક્ટરના અલગ-અલગ દાવાઓ સાથેનો અજીબોગરીબ કિસ્સો રામબાગ હોસ્પિટલમાં સામે આવ્યો છે. આદિપુરના રહેવાસી 37 વર્ષીય ગોરધન ભગવાનદાસ ઠકવાનીના બન્ને પગમાં ગેંગરીન થઈ ગયું છે.

સારવાર અર્થે દિવસ અગાઉ રામબાગ હોસ્પિટલ આવ્યો હતો, પરંતુ તેના કહેવા અનુસાર તેને રોજ ભુજ મોકલવાનું કહે છે અને સારવાર આપતા નથી એટલે તે બહાર પડી રહ્યો છે. તેને કોઇ પ્રાથમિક સારવાર પણ સરકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી નથી.

હાલત છે કે દર્દીના પગો અને અન્ય ભાગોને સડવા લાગતા હાલત વધુને વધુ કથળતી જાય છે, તો સામે દવા તો શું ખાવા કે પીવાની સવલત પણ અપાઈ નથી રહી. પરિવાર સાથે વ્યક્તિને કોઇ સંપર્ક નથી. આસપાસના વેપારીઓ પોતાની રીતે ચા, બિસ્કિટથી મદદ કરી રહ્યા છે.

સામે પક્ષે રામબાગ હોસ્પીટલના ઈમર્જન્સી વિભાગના ડો. જયેન્દ્ર પંચોટિયાએ જણાવ્યું હતું કે, તે દર્દીને અગાઉ પણ તેઓ બે વાર હોસ્પિટલમાં સારવાર આપી ભુજ મોકલી ચૂક્યા છે, પરંતુ તેને ભુજમાં નહીં અહીં સારવાર કરાવવી છે જે અહીં શક્ય નથી. રૂમમાં તેમના દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવતી હોવાથી અન્ય દર્દીઓને તકલીફ પડતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

હોસ્પિટલ તંત્ર અને દર્દીની વિરોધાભાષી દાવા વચ્ચે એકવાત સ્પષ્ટ પણે ઉભરી હતી કે, સરવાળે માનવતા જાણે મરી પરવારી છે.

રામબાગ હોસ્પિટલના પ્રાંગણમાં ઝાડ નીચે દિવસથી કણસતો પડી રહેલો દર્દી ગોરધન ઠકવાની. ઇન્સટેમાં ગેંગરીનને કારણે કાળો પડી ગયેલો પગ નજરે પડે છે.

હોસ્પિટલના પ્રાંગણમાં પડેલો દર્દી

{ડોક્ટર : અહીં સારવાર શક્ય નથી, છતાં પેશન્ટ ભુજ જતો નથી { દર્દી : કોઇ ટ્રીટમેન્ટ આપતા નથી અને ભુજ પણ મોકલતા નથી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો