તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છની કોમી એકતા વિશ્વમાં બેમિસાલ છે અને કાયમ રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છની કોમી એકતા વિશ્વમાં બેમિસાલ છે અને કાયમ રહેશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છનીકોમી એકતા વિશ્વમાં અજોડ છે અને તે હંમેશ માટે કાયમ રહેશે તેવું ભુજ તાલુકાના ઝુરા ગામે મુસ્લિમ અને વિવિધ હિન્દુ સમાજોએ યોજેલા મુસ્લિમ અગ્રણીના સન્માન સમારોહમાં જણાવાયું હતું.

ગામના સુન્નતવલ મુસ્લિમ સમાજ આયોજિત કાર્યક્રમમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી જુમા રાયમાનું ક્ષત્રિય, ભાનુશાલી, મારવાડા, મહેશ્વરી, ગોસ્વામી, બ્રાહ્મણ, શીખ, પારાધિ સહિતના હિન્દુ સમાજ દ્વારા સન્માન કરાયું હતું. જેના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું હતું કે, મુસલમાન જિગર હૈ તો હિન્દુ જાન હૈ, શીખ ઔર ઇસાઇ હમારે દેશ કી પહેચાન હૈ, હમ સબ સે મિલકે જો બના, વહી તો હમારા હિન્દુસ્તાન હૈ. તેમના શબ્દોને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. તકે સન્માન બદલ પોતે ઋણી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

અખિલ કચ્છ રાજપૂત યુવા સભાના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, બ્રહ્મસમાજના અગ્રણી રવીન્દ્ર ત્રવાડીએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. વિજયરાજસિંહ જાડેજા, હરિલાલ ભાનુશાલી, નારાણભાઇ, લક્ષ્મણ વેરસી, વાલજી માતંગ, મામદ જત, અયુબ થેબા, અહેમદ જુણેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મૌલાના અબ્દુલ અને ડો. હબીબસા સૈયદે કર્યું હતું.

સન્માન સમારંભનું થયું આયોજન

ઝુરામાં મુસ્લિમ અગ્રણીનું હિન્દુ સમાજો દ્વારા કરાયું સન્માન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો