તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પશ્ચિમ કચ્છમાં બાકી રહેલા વિકાસકામો જલદી પૂરાં કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશ્ચિમ કચ્છમાં બાકી રહેલા વિકાસકામો જલદી પૂરાં કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નખત્રાણામાંસાંઇ જલારામ મંદિર ખાતે સંસદીય સચિવ પદે વાસણ આહિર પુનઃ આરૂઢ થતાં અભિવાદન સમારોહયોજાયો હતો. નખત્રાણા તાલુકાના વિવિધ સમાજ-સંસ્થાઓ અને તાલુકા ભાજપ પરિવાર દ્વારા તેઓનું પાઘડી-શાલથી ત્રીજી વખત સંસદીય સચિવ તરીકે સરકારમાં નિયુકત થતાં ખુશી જાહેર કરી સન્માન કરાયું હતું.

પ્રસંગે પાણી પુરવઠા, કુટીર અને મીઠા ઉદ્યોગ સંસદીય સચિવે અભિવાદનના પ્રત્યુતરમાં નખત્રાણા બાયપાસ અને રસ્તાના પ્રશ્નો, એપીએમસી નિર્માણ, પાણી પુરવઠાની જૂની લાઇનો બદલવા અને પશ્ચિમ કચ્છને 290 કરોડની યોજના મંજૂર કરાઇ છે તે સમયમર્યાદામાં કામો પૂર્ણ તે માટે પ્રયત્નો કરાશે તેમ જણાવી આગામી સમયમાં નખત્રાણા સહિત પશ્ચિમ કચ્છમાં જે કોઇ વિકાસકામો બાકી હશે તે પૂરાં કરાશે, તેવી ખાતરી આપી હતી. કાર્યક્રમના પ્રારંભે નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પલણે સ્વાગત કર્યું હતું. અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળી, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખભરતભાઈ સોમજીયાણી, અગ્રણી ભરતભાઈ સોની, મહામંત્રી દિલીપભાઈ, મહેશભાઇ સોની, લાલજીભાઈ દામાણી, મનજીદાદા કાપડી તેમજ તાલુકાના સરપંચો, પદાધિકારીઓ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

સંસદિય સચિવનું બહુમાન

નખત્રાણા તાલુકાની સંસ્થાઓ-ભાજપ પરિવારે વાસણભાઈનું કર્યું સન્માન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો