તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટીટી ચેમ્પિયનશિપમાં સુરતની ફેનાઝ ચીપિયાએ બેવડા ખિતાબ મેળવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીટી ચેમ્પિયનશિપમાં સુરતની ફેનાઝ ચીપિયાએ બેવડા ખિતાબ મેળવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતસ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના માર્ગદર્શન હેઠળ કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા કે.ડી.ટી.ટી.એ. ઇન્ડોર સ્ટેડિયમ, આદિપુર ખાતે સોમવારે પૂર્ણ થયેલી આઈ.ઓ.સી.એલ. રાજ્ય અને આંતર જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મેન્સમાં પ્રથમ ક્રમાંકિત ભાવનગરના દેવેશ કારિયાએ અને પ્રથમ ક્રમાંકિત સુરતની ફ્રેનાઝ ચીપિયાએ વિમેન્સનું ટાઈટલ પોતાના નામે કર્યો હતો.

સ્પર્ધામાં પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલ, આઈપીએસ દ્વારા રૂપિયા 9000ના રોકડ પુરષ્કાર આપવામાં આવ્યા હતા, જ્યારે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન તરફથી રૂપિયા 77,500ના રોકડ પુરષ્કાર આપવામાં આવ્યા હતા.

એવોર્ડ સમારંભમાં આઈ.ઓ.સી.એલ.ના રાજેશ કુમાર, ડીવાય.એસ.પી. બારોટ, જી.એસ.ટી.ટી.એ. અને કે.ડી.ટી.ટી.એ.ના હરેશ સંગતાની, એસાર-વી.ઓ.ટી.લ.ના શ્રીવાસ્તવ, વૃદ્ધિ એન્ટરપ્રાઈઝના અનીલ ચંદનાની, આઈ.ઓ.સી.એલ.ના રતનદીપસિંગ, પી.પી. પંચાલ, કે.ડી.ટી.ટી.એ.ના તુલસી સુઝાનના હસ્તે તમામ વિજેતાઓને પુરષ્કાર અપાયા હતા.

સ્પર્ધાના પરિણામ ઉડતી નજરે

> મેન્સ સિંગલ્સ :દેવેશ કારીઆ (ભાવનગર) જીત્યા,

>વુમેન્સ સિંગલ્સ :ફ્રેનાઝ ચીપિયા (સુરત) જીત્યા,

>યુથ બોયસ સિંગલ્સ :હર્ષ સચાનંદાની (સુરત) જીત્યા,

>યુથ ગર્લ્સ સિંગલ્સ :ફ્રેનાઝ ચીપિયા (સુરત) જીત્યા,

>જુનિઅર બોયસ સિંગલ્સ: હુઝીફાગોદરાવાલા (સુરત) જીત્યા,

>જુનિઅર ગર્લ્સ સિંગલ્સ: કૌશાભૈરાપુરે (અમદાવાદ) જીત્યા,

>સબ જુનીઅર બોયસ સિંગલ્સ :ચિત્રાક્ષ ભટ્ટ (અમદાવાદ) જીત્યા,

>સબ જુનીઅર ગર્લ્સ સિગ્નલ :સંસ્કૃતિ માલપાની (સુરત) જીત્યા,

>કેડેટ બોયસ સિંગલ્સ :બુરાનુદ્દીન માલુભાઇ (સુરત) જીત્યા,

>કેડેટ ગર્લ્સ સિંગલ્સ :ઋત્વા કોઠારી (ભાવનગર) જીત્યા,

આદિપુરમાં આંતરજિલ્લા ટેબલ ટેનિસ હરિફાઇની પૂર્ણાહૂતિ થઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો