તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નાની ઉનડોઠની સીમમાં જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા : 5 ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાની ઉનડોઠની સીમમાં જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા : 5 ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીતાલુકાના નાની ઉનડોઠ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 66 હજારની રોકડ તથા 6 મોટર સાઇકલ તથા કાર સહિત 2,11,000ના મુદ્દામાલ સાથે 9 શખ્સને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય પાંચ નાસી જવામાં સફળ રહ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઢશીશા પોલીસ મથકના પીએસઆઇ એ.આર. ઝાલાને ખાનગી રાહે બાતમી મળતાં તેમણે સ્ટાફ સાથે નાની ઉનડોઠ ગામની સીમમાં સોમવારે રાત્રે દરોડો પાડ્યો હતો, સીમમાં જુગારનું પડ માંડીને બેઠેલા કલ્યાણ મેઘરાજ ગઢવી (રહે મોટા લાયજા), ઇસ્માઇલ અબ્દુલ ચૌહાણ (રહે દુર્ગાપુર), દેવરાજ બુદ્ધા ગઢવી (રહે બાડા), ઇબ્રાહિમ દાઉદ દલ (રહે કલ્યાણપુર), કિરણ વાલજી પટેલ (રહે નખત્રાણા), વાલા ખીમા ગઢવી (રહે નાની ઉનડોઠ), હાસમ ઉર્ફે અપન મામદ હિંગોરજા (રહે નખત્રાણા), મુસા અલીમામદ નારેજા (રહે નખત્રાણા), અજિતસિંહ જાડેજા (રહે બાંભડિયા)ને 66,000ની રોકડ તથા 6 મોટર સાઇકલ તથા એક કાર સહિત 2,11,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસને જોઇ કરમશી બુદ્ધા ગઢવી, મોહન ગોવિંદ ગઢવી (રહે પાંચોટીયા), કરસન ભીમા ગઢવી, નારણ કરશન ગઢવી (રહે કોટાય) તથા જીવરાજ મૂળજી ગઢવી સહિતના પાંચ શખ્સો ભાગી છૂટ્યા હતા. ગઢશીશા પોલીસે તમામ જુગારીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સોમવારે રાત્રે ગઢશીશા પોલીસનો દરોડો

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 66 હજાર રોકડા 6 બાઇક તથા કાર સહિત 2,11,000નો મુદ્દામાલ કબજે કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો