તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ નગરપાલિકાની ગત બોડીએ શિક્ષણ ઉપકર ચૂકવતાં 43 લાખના વ્યાજનો ધંૂબો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ નગરપાલિકાની ગત બોડીએ શિક્ષણ ઉપકર ચૂકવતાં 43 લાખના વ્યાજનો ધંૂબો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનગરપાલિકાએ 2013માં 58 લાખ રૂપિયા શિક્ષણ ઉપકર ઉઘરાવ્યો હતો, પરંતુ 2016 સુધી સરકારની તિજોરીમાં જમા કરાવ્યો હોવાથી ચડત વ્યાજે 1.01 કરોડ રૂપિયા ચૂકવવાની નોબત વાગી રહી છે.

શહેરી વિસ્તારમાં સુધરાઇની કચેરીએ શિક્ષણ ઉપકર ઉગરાવવાનો હોય છે. ભુજ નગરપાલિકા પ્રોપર્ટી ટેક્સ પરની રકમ ઉપર 3થી 20 ટકા સુધી ઉઘરાવતી હોય છે. જે ઉઘરાવેલી રકમ ઉપર નગરપાલિકાને 5 ટકા મળતા હોય છે. બાકીની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાની હોય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાએ 2013ના વર્ષમાં 58 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા, પરંતુ 2010ની 8મી નવેમ્બરથી 2013ની 8મી મે સુધી નગરપતિનો પદભાર સંભાળી ચૂકેલા નરેન્દ્રભાઇ એમ. ઠક્કરે રકમ કોન્ટ્રાક્ટરનો ચૂકવવા તત્કાલીન મુખ્ય અધિકારી ચેતન ડુડિયાને જણાવ્યું હતું.

મુખ્ય અધિકારીએ કાયદાકીય સ્થિતિ સમજાવતાં કહ્યું હતું કે, શિક્ષણ ઉપકર સરકારમાં જમા કરાવવાનો હોય છે, જેથી પરત કરવાની મુદ્દત વીતી જશે તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે રકમ ચૂકવવાની થશે, પદાધિકારીઓ માન્યા નહોતા અને કોન્ટ્રાક્ટરોને રકમ ચૂકવી દેવા દબાણ કર્યું હતું, જેથી દબાણ સામે ઝૂકી જઇ મુખ્ય અધિકારીએ રકમનું ચૂકવણું કરી દીધું હતું. બાદ નગરપતિ નરેન્દ્રભાઇની મુદ્દત પૂરી થતી હતી અને ત્યારબાદ નગર અધ્યક્ષા પદે હેમલતાબેન ગોર આવ્યા હતા. એમના કાર્યકાળ દરમિયાન પણ શિક્ષણ ઉપકર ચૂકવવાની દરકાર લેવાઇ નહોતી.

જે બાદ પાંચ વર્ષની મુદ્દત પૂરી થઇ જતાં 2015ના નવેમ્બર માસમાં નવી બોડી ચૂંટાઇને આવી હતી, જેમાં નગરપતિ અશોકભાઇ હાથીએ પદભાર સંભાળતાં તેમણે રેકર્ડબ્રેક કરવેરા વસૂલાત કરી હતી, પરંતુ 2016ના જુલાઇ માસમાં ત્રણ વર્ષ પહેલાંના બાકી શિક્ષણ ઉપકરની વસૂલાતની નોટિસ આવી હતી, જેમાં 58 લાખ રૂપિયા ઉપર દર વર્ષે 24 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ લેખે 43 લાખ રૂપિયા ભરવા જણાવાયું હતું. જેથી નવી બોડીના પદાધિકારીઓના આંખે અંધારા આવી ગયા હતા.

વ્યાજ માફીનો પત્રવ્યવહાર ચાલે છે

સૂત્રોએજણાવ્યું હતું કે, વ્યાજ સહિત રૂપિયા 1.01 કરોડ ભરવાના થાય છે. મૂળ રકમ રૂપિયા 58 લાખ ભરી દેવાઇ છે અને વ્યાજની રકમ માફ કરવા પત્રવ્યવહાર ચાલે છે. જોકે, તેમાં કોઇ ભ્રષ્ટાચાર નથી. ફક્ત નગરપાલિકાએ કરેલા વિકાસકાર્યો પાછળ ચૂકવણું કરાયું છે.

મૂળ રકમ 58 લાખ ઉપર 24 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજે કુલ 1.01 કરોડ ચૂકવવા પડશે

નગરપતિ નરેન્દ્ર ઠક્કરના સમયે કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ કરાવી દેવાયું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો