તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નોખાણિયામાં ધાણીપાસાનો જુગાર રમતા 6 જણ પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોખાણિયામાં ધાણીપાસાનો જુગાર રમતા 6 જણ પકડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના નોખાણિયા ગામની સીમમાં ધાણીપાસાનો જુગાર રમતા 6 શખ્સોને 15,250ની રોકડ સાથે, જ્યારે લખપત તાલુકાના ઘડુલી ગામમાં બંધ મકાનના આંગણામાં જુગાર રમતા 4 શખ્સો 3240ની રોકડ તથા મોબાઇલ સહિત 5240 સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ભુજ ડિવિઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ નાથુભા ઝાલા તથા સ્ટાફ દ્વારા તાલુકાના નોખાણિયા ગામની સીમમાં બાવડની ઝાડીમાં ધાણીપાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.જે બાતમી હકીકતના આધારે સીમમાં જુગાર રમતા રાજેશ કાના ગાંગલ, (રહે સુમરાસર), ત્રંબૌના જુસબ જાફ કોલી, જયંતી રામજી ચૌહાણ (રહે મોટી ખોંભડી), નાનજી ખેંગાર જેસર (રહે રાયધણપર), દિનેશ જલાલ દેવીપૂજક (રહે ભીડનાકા ભુજ), કમલેશ શંકરલાલ મહેતા (રહે.કંસારા બજાર ભુજ)ને રોકડ રકમ 15,250 તથા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બીજી બાજુ લખપત તાલુકાના ઘડુલી ગામે બંધ મકાનમાં જુગાર રમતા હનીફ અનવર રમજાન સાલેમામદ ઉર્ફે ડાડા અબ્દુલા રાયમા, ખેરાજ રાજા મહેશ્વરી, શિવજી ખીમજી મહેશ્વરીને 3240 રોકડા તથા 3 મોબાઇલ સહિત 5240ના મુદ્દામાલ સાથે દયાપર પોલીસના એએસઆઇ રોહિતભાઇ ભટ્ટે પકડી પાડ્યા હતા, જ્યારે રેડ દરમિયાન આરોપી દિનેશ દેવજી ગરવા ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘડુલીમાં જુગટું રમતા 4 ઝડપાયા, 1 ભાગી છૂટ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો