તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છ એસ.ટી. વિભાગના 13 વારસદારો હજુ નોકરીથી વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ એસ.ટી. વિભાગના 13 વારસદારો હજુ નોકરીથી વંચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લાઘણા સમયથી ચર્ચાતો અને લટકેલો એવો કચ્છ એસ.ટી.ના કર્મચારીઓના વારસદારોને નોકરી ક્યારે મળશેω તેવા પ્રશ્નનો ઉત્તર અાપતાં એસ.ટી.ના વિભાગીય નિયામક ડી.એન. ચારોલાએ જણાવ્યું હતું કે, વારસદાર નીતિ અંગે હાઇકોર્ટે ગુજરાત સરકારને રૂલિંગ મુજબ 30/4/2014ના જારી કરેલા સર્ક્યુલેશન મુજબ 5/7/2011 પહેલાના વારસદારોના જે કેસો હોય તેને નોકરી જોઇએ, તો તે મુજબ અને જેમને રોકડમાં વળતર જોઇતું હોય તેમને રૂપિયા ચૂકવી આપવા અને વર્ષ 2011 બાદના તમામને ફરજિયાત રોકડ રકમ ચૂકવવી તેઓને નોકરીનો વિકલ્પ મળશે નહીં. હાઇકોર્ટના આદેશ મુજબ કચ્છનાં તમામ આઠ ડેપોના મળી કુલ 94 કેસ ડી.સી. પાસે આવ્યા હતા, જે મુજબ વર્ષ 2011 પહેલાંના 74 કેસ અને તે પછીના 20 કેસો હતા અને 74 વ્યક્તિઓમાંથી 60 જણે રોકડનો વિકલ્પ પસંદ કર્યો હતો, જ્યારે બાકી રહેતા 14માંથી એકને નોકરી આપી દેવામાં આવી છે. બાદ હવે બાકી રહેતાને સરકારી નિયમ મુજબ જ્યારે પણ ભરતી કરવામાં આવે, ત્યારે 67 ટકા નવા અરજદારોને ભરતી કરવા અને 33 ટકામાં બાકી રહેતા વારસદારોને નોકરીમાં સમાવવા. સિવાય જે 80 જણને જે રોકડ રકમ ચૂકવવામાં આવી તે રૂા.4.12 કરોડ જેટલી થતી હતી, હવે પછી જ્યારે પણ સરકાર આદેશો જાહેર કરે ત્યારબાદ જેમના પણ આધારો પૂરા હશે અને અમારા અધિકારીઓની ખરાઇમાં પાર પડશે તેમને એક સપ્તાહ અંદર રકમનું ચૂકવણું કરી દેવામાં આવશે.

વિકલ્પ પ્રમાણે રૂા.4.12 કરોડનું ચૂકવણું થઇ ગયાનો દાવો કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો