તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામમાંથી 14 વર્ષીય તરૂણનું કરાયું અપહરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાંથી 14 વર્ષીય તરૂણનું કરાયું અપહરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામખાતે આંબેડકરનગર, પીએસએલ કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતા એક 14 વર્ષીય તરૂણનું કોઇ અજાણ્યાએ અપહરણ કરતાં બી ડિવિઝન પોલીસમાં રાવ આપવામાં આવી હતી.

બનાવ સંબંધે તરૂણના પિતા નરસિંગ રામસુરત સોનકરે જાહેર કરેલી હકીકત અનુસાર, આંબેડકરનગર, પી.એસ.એલ. કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી ગત તા. 7/9ના તેમના પુત્ર વિજય નરસિંગ સોનકર (ઉ.14) રાત્રે 8 વાગ્યે અપહરણ કરી કોઇ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા. ઘઉંવર્ણો વાન, પાતળો શારીરિક બાંધો, ઉંચાઇ આશરે સવા 5 ફુટ, લીલા કલરનું પ્લેઇન આખી બાંયનું શર્ટ અને કાળા કલરની ચોકડીવાળું હાફપેન્ટ/બરમૂડો તથા પગમાં વાદળી કલરના ચપ્પલ પહેરેલા છે. તરૂણને હિન્દી, ગુજરાતી, કચ્છી અને તમીલ ભાષા બોલતા આવડે છે. તરૂણ સંબંધે કોઇને જાણ થાય તો મોબાઇલ નં. 9978984123 અથવા પોલીસ મથકના ફોન નં. 02836-233752 પર અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસ યાદીમાં જણાવાયું હતું.

અપહ્યત વિજય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો