• Gujarati News
  • National
  • કાળી તલાવડી અને નેત્રા ગામમાં જુગારીઓ પર પોલીસનો દરોડો

કાળી તલાવડી અને નેત્રા ગામમાં જુગારીઓ પર પોલીસનો દરોડો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના કાળી તલાવડી ગામમાં અને નખત્રાણા તાલુકાના નેત્રા ગામે શુક્રવારે બપોરે પોલીસે પોલીસે પાડેલા દરોડામાં 19,750ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેડ દરમિયાન 6 આરોપીઓ દબોચી લીધા હતા, જ્યારે અને સાત શખ્સો પોલીસને જાઇ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

કાળી તલાવડી ગામે જાહેરમાં જુગાર રમતા માલશી આતુ મહેશ્વરી તથા અરજણ જુમા મહેશ્વરીને 14,050 રોકડા તથા એક મોબાઇલ (કિંમત 500) સહિત 15050ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

જ્યારે નખત્રાણા પોલીસે નેત્રા ગામે દરોડો પાડ્યો હતો, જેમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હુસેન જુમા કુભાર, દેવરાજ રામજી પરાધિ, સતાર અબ્દુલ સુમાર, લાલમામદ ચાકી, શકુ કલુ હરિજનને રોકડ રકમ 3200 તથા 3 મોબાઇલ (કિંમત 1500) સહિત 4700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે રેડ દરમિયાન 7 આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...