• Gujarati News
  • National
  • અંજારના તબીબ શાંઘાઇ ખાતે કરાવશે યોગાભ્યાસ

અંજારના તબીબ શાંઘાઇ ખાતે કરાવશે યોગાભ્યાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વભરમાં21મી જૂનના વિશ્વયોગ દિન ઉજવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે, તે અંતર્ગત ભારત સરકાર દ્વારા યોગ સંસ્કૃતિ થકી માનવ કલ્યાણ અર્થે જાગૃતિ કેળવવાના હેતુસર નિષ્ણાત યોગગુરૂઓને દુનિયાના અનેક દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે.

પ્રકલ્પ હેઠળ અંજારના તબીબ ડો. વિરલ સંઘાડિયાને ચીનના શાંઘાઇ ખાતે મોકલવા માટે સરકારના આયૂષ વિભાગે પસંદ કર્યા છે. કચ્છી તબીબ લાંબા સમયથી ધ્યાનગુરૂ શ્રીશ્રી રવિશંકરની આર્ટ ઓફ લીવિંગ સાથે જોડાયેલા છે અને કેન્દ્ર સરકારના આયૂષ વિભાગ દ્વારા લેવાતી યોગ શિક્ષક લેવલ-2ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી છે. પરીક્ષામાં 350 ઉમેદવારોમાંથી તબીબ સહિત માત્ર 4 ઉમેદવાર સફળ થઇ શક્યા હતા. સમગ્ર દેશમાં પ્રમાણપત્ર મેળવનારા યોગશિક્ષકોની સંખ્યા માત્ર 40 હોવાનું જાણવા મળે છે.

સિદ્ધિના આધારે ‘ધ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન્સ’ દ્વારા તેમને 17થી 26 જૂન સુધી શાંઘાઇ મોકલવા માટે પસંદ કરાયા છે. ડો. વિરલને સૌ પ્રથમ દિલ્હી ખાતે નિષ્ણાત યોગગુરૂઓ વિદેશમાં જઇને કરવાની કામગીરી અંગે તાલીમ આપશે અને તે ગાઇડલાઇનને અનુસરીને તેઓ શાંઘાઇ ખાતે યોગ સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું કાર્ય કરશે.

કચ્છી તબીબની સિદ્ધિને સંસદીય સચિવ વાસણ આહિર, અંજાર પાલિકાના અધ્યક્ષા પુષ્પાબેન ટાંક સહિતના અગ્રણીઓએ બિરદાવી અને તેમને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...